પાટણ,21 ડિસેમ્બર (હિ.સ.) PM-KISAN યોજના હેઠળ ખાતેદાર ખેડૂતને વાર્ષિક રૂ. 6000 ની સહાય ત્રણ હપ્તામાં મળી રહી છે. 1 જાન્યુઆરી 2025થી, પાત્રતા ધરાવતા ખેડૂતો માટે સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે. નવા અરજદારો માટે પહેલા ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવવી પડશે.આ રજિસ્ટ્રી માટે ગ્રામ્ય સ્તરે Agri Stack-DPI ઝુંબેશ ચાલી રહી છે. પાટણ જિલ્લામાં PM-KISAN યોજનાના તમામ લાભાર્થીઓને આગામી હપ્તાનો લાભ મેળવવા માટે સત્વરે ફાર્મર રજિસ્ટ્રી કરાવવી અને નવા અરજદારોને પોર્ટલ પર અરજી કરતા પહેલા ફાર્મર આઈડી મેળવવું જરૂરી છે.ફાર્મર આઈડી બનાવવા માટે, ખેડૂતો પોતાના ગામના વી.સી.ઈ.નો સંપર્ક કરી શકે છે, અથવા Agri Stack App મોબાઈલ પર ડાઉનલોડ કરીને આઈડી બનાવી શકે છે. કોમન સર્વિસ સેન્ટર (CSC) પર પણ આઈડી બનાવી શકાય છે. માટે, આધાર કાર્ડ, લીંક થયેલ મોબાઈલ નંબર અને જમીન ખાતાની વિગતોની જરૂર રહેશે. વધુ માહિતી માટે, તાલુકા કક્ષાએ લાગણીક અધિકારીઓ સાથે સંપર્ક કરવો.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર