
જામનગર, 1 નવેમ્બર (હિ.સ.) : જામનગર શહેરમાં ટ્રાફિક નિયમનનો ભંગ કરનારાઓ સામે સ્થાનિક પોલીસ સ્ટેશનો અને ટ્રાફીક પોલીસની જુદી જુદી 11 જેટલી ટીમો દ્વારા નાઈટ વાહન ચેકીંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ટ્રાફીક નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.
જામનગરના એસપી ડો. રવિ મોહન સૈનિના માર્ગદર્શન હેઠળ શહેરના ટ્રાફીક નિયમન અંગે વાહન નાઈટ ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સીટી એ, બી અને સી ડિવિઝનની જુદી જુદી ત્રણ-ત્રણ ટીમો ઉપરાંત પંચકોષી બી ડિવિઝનના પીઆઇ રાઠોડ દ્વારા પોત-પોતાના પવિસ્તારોમાં તેમજ ટ્રાફીક પોલીસની બે ટીમો મળીને કુલ 11 જેટલી ટીમો દ્વારા નાઈટ ચેકીંગ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે.
જેમાં ડાર્ક ફિલ્મ વાળી કારના ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી છે. તેઓની કારમાંથી ડાર્ક ફિલ્મને સ્થળ પર જ હટાવી લેવાઈ હતી. સાથો સાથ દંડકીય કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. તે જ રીતે ડ્રિંક એન ડ્રાઇવિંગ લાઇસન્સ વીના વાહન ચલાવવું, મોડીફાઇડ સાઇલેન્સર, સહિતના ટ્રાફિક નિયમન અંગેના અને કેસો કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt