જામનગરમાં એકતા યાત્રા સમયે મ્યુનિસિપલ કમિશનરને ઠેંસ વાગતા પડી ગયા, કોઈ ઈજા ન થઈ
જામનગર, 1 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં રન ફોર યુનિટીના કાર્યક્રમ દરમ્યાન મહાનગરપાલિકાના કમિશનર પણ વોક કરતા કરતા પડી ગયા હતા. જો કે તેઓ પણ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું. જામનગર રણમલ લેઇક-1 ના દરવાજા પાસે સરદાર પટેલની 150મી જન્મજયતી નિમિતે રન
મ્યુનિસિપલ કમિશનર ગબડી પડ્યા


જામનગર, 1 નવેમ્બર (હિ.સ.) : જામનગરમાં રન ફોર યુનિટીના કાર્યક્રમ દરમ્યાન મહાનગરપાલિકાના કમિશનર પણ વોક કરતા કરતા પડી ગયા હતા. જો કે તેઓ પણ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.

જામનગર રણમલ લેઇક-1 ના દરવાજા પાસે સરદાર પટેલની 150મી જન્મજયતી નિમિતે રન ફોર વોકનું આયોજન કરવામાં આવ્યું હતું. તે કાર્યક્રમ દરમ્યાન જ્યારે મહાનુભાવોએ વોક ચાલુ કરી હતી તે દરમ્યાનના કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી એકાએક વોક કરતા કરતા પડી ગયા હતા.

જો કે સાથે વોક કરી રહેલા કલેકટર કેતન ઠક્કરે તૂટ કમિશનરને ઉભા કરી દીધા હતા. જો કે કમિશનર મોદીએ પડી ગયા બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું.

મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન.મોદીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પોતે અચાનક પડી ગયા હતા. જો કે ત્યાર પછી તેઓ તુરત જ રન ફોર યુનિતની વોક ચાલુ રાખી હતી.

તેઓ રણજીતનગર પટેલ સમાજના ચોક સુધી વોક કરીને પહોંચ્યા હતા. ત્યાં તેઓએ સરદાર પટેલના સ્ટેચ્યુને સીડી ચડીને ફુલહાર સાથે પુષ્પાજલી આપી હતી. આ બનાવ પછી તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું કમીશ્નર મોદીએ જણાવ્યું હતું.

જો કે રન ફોર યુનિટીના વોક દરમ્યાન કમિશ્નર પડી ગયાની જાણ થતા વોકમાં સાથે જોડાયેલા મંત્રી રિવાબા જાડેજા, ધારાસભ્ય દિવ્યેશ અકબરી તેમજ મેયર વિનોદ ખીમસૂર્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરાએ ખબર પૂછ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande