
- ઠાડચ ગામથી શેંત્રુજી ડેમ સુધીની પદયાત્રામા જાહેર જનતાને જોડાવા અનુરોધ
ભાવનગર, 12 નવેમ્બર (હિ.સ.) : અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતિ નિમિત્તે 102-પાલીતાણા વિધાનસભા મતવિસ્તારમાં ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરીયાની વિશેષ ઉપસ્થિતિમાં આગામી 17 નવેમ્બરના રોજ સવારે 8 કલાકથી પાલીતાણા તાલુકાના વિવિધ ગામોએ પદયાત્રા યોજાનાર છે. જેમાં
ઠાડચ ગામથી શરૂ કરીને મેઢાથી લાપાળીયાથી નાની રાજસ્થળીથી શેંત્રુજી ડેમ સુધીની પદયાત્રા યોજાનાર છે. આ પદયાત્રામાં સમગ્ર 102 -પાલીતાણા વિધાનસભા મતવિસ્તારની જાહેર જનતાને જોડાવા મામલતદાર પાલિતાણા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ