
પોરબંદર, 12 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરમાં કોસ્ટલ ઓફ મેરેથોન-2025 ના કામે રસ્તાઓ ઉપર વાહનોની અવર જવર કરવા પર પ્રતિબંધ ફરમાવા અને વૈકલ્પિક રૂટ ઉપરથી વાહનો અવર જવર કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.બી.વદર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ 1751 ની કલમ-33(1)(ખ) અન્વયે જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે.
જાહેરનામાં મુજબનરસંગ ટેકરી તરફથી આવતા મોટા વાહનો માટે નરસંગ ટેકરીથી ઓવરબ્રીઝ ઉપરથી રોકડીયા હનુમાનના મંદિરથી જયુબેલી થઈ આવક-જાવક એમ બંને માટે શહેર પ્રવેશ કરી શકાશે. નાના વાહનો માટે કાવેરી હોટલ થઇ એમ.વી.પી. રોડનો ઉપયોગ કરી આવક જાવક એમ બંને માટે શહેરમાં પ્રવેશ કરી શકશે અને માધવપુર તરફથી આવતા શહેરમાં પ્રવેશ માટે આવા ટુ-વ્હીલર સિવાયના તમામ મોટા વાહનો માટે ઓડદર બાયપાસ થી નરસંગ ટેકરી, ઓવરબ્રીંગ ઉપરથી જયુબેલી પુલ આવક જાવક એમ બંને માટે આ રોડનો ઉપયોગ કરી શકાશે.
પ્રમુખશ્રી, શ્રી રામ સી સ્વીમીંગ કલબ, પોરબંદર ધ્વારા ડાઇવર્ઝન તરીકે ઉપયોગ કરવાનો હોય તે રસ્તા ઉપર વાહન ચાલકો સહેલાઇથી જોઈ શકે અને વાંચી શકે તેવા ડાઇવર્ઝનના બોર્ડ બેનરો લગાવવાના રહેશે. જેથી વાહન ચાલકોને ડાયવર્ઝન અંગેની માહિતી સહેલાઈથી મળી રહે.
આ જાહેરનામું તા.16/11/2025 ના સમય 06.00 થી 10.00 સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 હેઠળ સજાને પાત્ર ઠરશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya