
ભાવનગર, 12 નવેમ્બર (હિ.સ.) : ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા સીસીટીવી કેમેરા, સુરક્ષા એલાર્મ અને સ્મોક ડિટેક્ટરની ઇન્સ્ટોલેશન અને સર્વિસની તાલીમ યોજાઈ હતી. જેમાં 16 જેટલાં તાલીમાર્થી ભાઈઓએ નિ:શુલ્ક તાલીમ મેળવી હતી.
ભાવનગર શહેરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા 27 ઓકટોબર થી
8 નવેમ્બર સુધી સીસીટીવી કેમેરા, સુરક્ષા એલાર્મ અને સ્મોક ડિટેક્ટરની ઇન્સ્ટોલેશન અને સર્વિસની 13 દિવસની નિવાસી તાલીમ કાર્યક્રમમાં 16 જેટલાં બી.પી.એલ. લાભાર્થી તાલીમાર્થી ભાઈઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જે તાલીમનો સમાપન કાર્યક્રમ સફળતાપૂર્વક યોજવામાં આવ્યો હતો.
આ તાલીમના સમાપન પ્રોગ્રામને સફળતાપૂર્વક પાર પાડવા માટે એસ.બી.આઇ ગ્રામ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા (આરસેટી)ના ઇન્ચાર્જ ડાયરેક્ટર રવિ રંજન, ફેકલ્ટી ઇશાનભાઇ અને જયેશભાઇ, ઓફીસ આસી. સમિકકુમાર અને દ્રષ્ટીબેન, ડી.એસ.ટી ટ્રેઇનર મહેન્દ્ર કોરિયા, નેશનલ એકેડેમી ઓફ રૂડસેટી ના ઇડીપી એસેસર એ.બી. કલીવડા અને ડોમેઇન એસેસર સાગર ભંડેરી ઉપસ્થિત રહ્યા હતા.
ભાવનગર જિલ્લાના જુદા જુદા તાલુકાના ગામોના ભાઈઓએ ભારે ઉત્સાહથી આ તાલીમ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ સમાપન કાર્યક્રમમાં આવેલ ડાયરેકટર દ્વારા તાલીમ પૂર્ણ કર્યા પછી તાલીમાર્થી ભાઈઓને આગળ બિઝનેસ માટે લોન વિષે માહિતી આપી અને તાલીમ કાર્યક્રમ અનુરૂપ ભાઈઓમાં પડી રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા તાલીમાર્થીઓમાં નવો આત્મવિશ્વાસ, જોમ, જુસ્સાના સિંચન સાથે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ અને તાલીમાર્થીઓને પગભર થવા વિષે માહિતી આપી હતી. તેમજ તાલીમાર્થી ભાઈઓને જીવનમાં આગળ વધવા માટેની પ્રેરણા આપી શુભેચ્છા પાઠવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ