
ગીર સોમનાથ, 12 નવેમ્બર (હિ.સ.) : વેરાવળના સોનારીયા ગામે ગુજરાત સમન્વય શેડ્યુલ કાસ્ટ સંગઠન સોમનાથ અને જન સમાજ સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે શિવાનંદ મિશન હોસ્પિટલ- વીરનગર દ્વારા વિનામુલ્યે નેત્ર યજ્ઞનું આયોજન કરાયું છે. જે સોનારીયા પ્રા.શાળામાં 2 ડિસેમ્બરના રોજ સવારે 7:30 વાગ્યે યોજાશે. કેમ્પમાં ઝામર, વેલ, નાસૂર, પરવાળા, આંખ આંજણી, કીકી પર ફુલુ પડી જવું વગેરેનુ નિદાન કરી જરૂરી દવાઓ પણ વિના મૂલ્યે અપાશે. મોતિયાનું ઓપરેશન અને નેત્રમણી પણ વિના મૂલ્યે મૂકી અપાશે. આ માટે દર્દીઓને તેજ દીવસે બસમાં વિરનગર લઈ જવામાં આવશે. અને ત્રીજા દિવસે પરત સોનારિયા પહોંચાડી દેવામાં આવશે, આ કેમ્પનો લાભ લેવા વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવાનું શરૂ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ