ભાવનગરમાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ અંતર્ગત જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી કરાશે
- ભાવનગરમા યશવંતરાય નાટ્ય ગૃહ ખાતે 13 નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાના ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ કાર્યક્રમ યોજાશે ભાવનગર, 12 નવેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ અંતર્ગત આગામી 13 નવેમ્બર ૨૦૨૫ના રોજ ભા
Lord Birsa Mundaji's 150th birth anniversary


- ભાવનગરમા યશવંતરાય નાટ્ય ગૃહ ખાતે 13 નવેમ્બરના રોજ જિલ્લા કક્ષાના ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ કાર્યક્રમ યોજાશે

ભાવનગર, 12 નવેમ્બર (હિ.સ.) ભાવનગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિ અંતર્ગત આગામી 13 નવેમ્બર ૨૦૨૫ના રોજ ભાવનગરના યશવંતરાય નાટ્યગૃહ ખાતે સવારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.

ભાવનગરમાં જિલ્લાકક્ષાનો આ કાર્યક્રમના સુચારુ રીતે યોજાય જેના અનુસંધાને ઈ.ચા. જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ આ કાર્યક્રમને સાથે યોજાનાર આરોગ્ય કેમ્પ, સેવાસેતુ, ખાતમુહૂર્ત અને લોકાર્પણ વિશે સંલગ્ન વિભાગો વિશે ચર્ચા કરી હતી અને સ્ટોલ્સના માધ્યમથી વિવિધ નાગરિકલક્ષી યોજનાઓની માહિતી મળી રહે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

જનજાતિય ગૌરવ રથ યાત્રાના પૂર્વે શાળાઓમાં ભગવાન બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિષય પર વિવિધ ચિત્ર, વકૃત્વ, નિબંધ સ્પર્ધાઓ અને રમતોનું પણ આયોજન કરવામાં આવશે તેમજ પ્રતિભાવાન વ્યક્તિઓ અને ખેલાડીઓનું સન્માન પણ કરવામાં આવશે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર સહિત સબંધિત વિભાગના અધિકારીઓ

અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande