
પોરબંદર, 12 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં આશરે 3,38,000 આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા છે. આ કામગીરીમાં પોરબંદર જિલ્લો ગુજરાત રાજ્યમાં મોખરે છે.
જિલ્લામાં NFSA અને Non-NFSA લાભાર્થીઓના કાર્ડ બનાવવાની કામગીરી હાલમાં 80 ટકા પૂર્ણ થઈ ચૂકી છે. આ કાર્ડ બનાવવાની પ્રક્રિયા જિલ્લા હેઠળના તમામ PHC, CHC તથા GMERS હોસ્પિટલોમાં સતત ચાલી રહી છે.જો કોઈ લાભાર્થી NFSA કાર્ડ ધારક છે અથવા વયવંદના યોજના, સરકારી કર્મચારીઓ પોતે પણ ઓનલાઈન રીતે આયુષ્માન કાર્ડ બનાવી શકે છે. કાર્ડ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થયા પછી રાજ્ય સરકાર દ્વારા નિમણૂક કરાયેલ એજન્સી દ્વારા સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે.
આયુષ્માન કાર્ડની મંજૂરી (Approval) હાલમાં રાજ્ય કક્ષાએથી આપવામાં આવે છે. જો કોઈ ઇમરજન્સી સ્થિતિમાં કાર્ડ તાત્કાલિક અપ્રૂવ કરવાની જરૂર પડે, તો જિલ્લા કક્ષાએથી માહિતી મેળવી એજન્સીને જાણ કરી તાત્કાલિક અપ્રૂવલ અપાવવામાં આવે છે.
રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીઓની માટે 07966440104 અથવા 14555 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર કોલ કરી કાર્ડની માહિતી મેળવવા અથવા ફરિયાદ નોંધાવવા પણ નોંધાવી શકાય છે.
આ પ્રત્યે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનતાને અપીલ કરવામાં આવી છે કે ઇમરજન્સી રાહ ન જોવી જો હજી સુધી જેમણે પોતાનો આયુષ્માન કાર્ડ બનાવ્યો નથી તેઓએ નજીકના આરોગ્ય કેન્દ્ર કે નિર્ધારિત સુવિધા કેન્દ્ર પર જઈ તાત્કાલિક કાર્ડ બનાવડાવી આરોગ્ય સુરક્ષાનો લાભ લેવા અપીલ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya