
- માળીયા હાટીના તાલુકાના ચોરવાડ ઝુઝારપુર ખંભાળિયા રોડ પર મરામતની કામગીરી પ્રગતિમાં
જૂનાગઢ, 12 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં કુલ ૨૮૯.૪૧ કિલોમીટરના ૪૧ રસ્તાઓના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જિલ્લામાં રસ્તાઓના દુરસ્તીકરણની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે. આ સાથે રસ્તાઓના રીસર્ફેસીંગ માટેની જરૂરી વહીવટી પ્રક્રિયાઓ પણ પૂર્ણ કરવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ રાજ્ય હસ્તકના માળીયા હાટીના તાલુકાના ઝુઝારપુર, ખંભાળિયા જેવા ગામોને ચોરવાડ મુખ્ય મથક સાથે જોડતો એક અગત્યનો રસ્તો છે. જે ૫.૩૮ કિલોમીટરની લંબાઇ ધરાવે છે. જેને નવી ડામર સપાટીથી મઢવાનું કામ પ્રગતિ હેઠળ છે અને જે ટૂંક સમયમાં પૂરું થનાર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ