
ગીર સોમનાથ, 12 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ, ચૂંટણીપંચ દ્વારા ગુજરાતમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) એટલે કે મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં હાલ બીએલઓ દ્વારા મતદારોના ઘરે ઘરે જઈને ફોર્મ વિતરણની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર કામગીરીની સમીક્ષા અંગે જૂનાગઢ કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને રીવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મતદાર નોંધણી અધિકારીઓ, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ તથા અધિક મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ સાથે EF (Enumeration Form) ફોર્મ ડીસ્ટ્રીબ્યુશન, ERoll મેપિંગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. તથા શહેરી વિસ્તારના વિધાનસભા મતદાર વિભાગમાં ફોર્મ ડીસ્ટ્રીબ્યુસન તથા ફોર્મ કલેક્શન અંગેની કામગીરી ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખાસ કેમ્પનું આયોજન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીદ્વારા લગત અધિકારીઓને સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર બી.એસ.બારડ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.ડી.ધુળા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ