


પોરબંદર, 12 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં ચોમાસામાં અસરગ્રસ્ત થયેલા રસ્તા મરામતની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રસ્તાની કામગીરી ચાલુ હતી જે કમોસમી વરસાદથી પ્રભાવિત થતા આ કામગીરી જિલ્લા પંચાયત દ્વારા આવતીકાલથી શરૂ કરાશે.
પોરબંદરના ધારાસભ્ય અને મંત્રી અર્જુન મોઢવાડિયાએ પોરબંદર જિલ્લામાં ગઈકાલે માર્ગોના કામનો પ્રારંભ કરાવ્યો હતો.પોરબંદર તાલુકામાં મોઢવાડાથી રામવાવ રોડ સહિત ત્રણ રોડના રૂ. 9 કરોડના કામોનો પ્રારંભ કરાવ્યો હતો.પોરબંદર ના નવાગામ,ભડ, અને એરડા નેરાણા રોડને બજેટમાં લઈ રોડનું નવીનીકરણ શરૂ કરવામાં આવ્યું છે. માર્ગ મકાન વિભાગ સ્ટેટ દ્વારા જિલ્લાના વિસ્તારોમાં નવા રોડ શરૂ કરવામાં આવેલ છે.
જ્યારે મરામતની કામગીરી જેમા ચોમાસામાં અસરગ્રસ્ત થયેલા માર્ગોની કામગીરીનો પણ સાથે સાથે પ્રારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર જિલ્લા પંચાયત દ્વારા તાજેતરમાં કમોસમી વરસાદથી અસરગ્રસ્ત થયેલી આ કામગીરી ફરીથી આવતીકાલથી શરૂ થશે. પોરબંદર માર્ગ મકાન વિભાગ પંચાયતના કાર્યપાલક ઈજનેર વરસાદથી પી. બી. શીંગરખીયાએ વિશેષ માહિતી આપી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya