ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા માર્ગ મરામત- નવા રસ્તાઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં
ભાવનગર,12 નવેમ્બર (હિ.સ.) સમગ્ર રાજ્યની સાથે સાથે ભાવનગર જિલ્લામાં પણ તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યાં છે ત્યારે ભાવનગર શહેરના કમિશનર ડૉ. એન.કે.મીણાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના માર્ગ અને મકાન વ
ભાવનગર શહેરમાં મહાનગરપાલિકા દ્વારા માર્ગ મરામત- નવા રસ્તાઓ બનાવવાની કામગીરી પૂરજોશમાં


ભાવનગર,12 નવેમ્બર (હિ.સ.) સમગ્ર રાજ્યની સાથે સાથે ભાવનગર જિલ્લામાં પણ તાજેતરમાં થયેલા કમોસમી વરસાદને કારણે અનેક રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યાં છે ત્યારે ભાવનગર શહેરના કમિશનર ડૉ. એન.કે.મીણાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મહાનગરપાલિકા હસ્તકના દિલ‌ બહાર ટાંકીથી વાઘાવાડી રોડ, સુભાષનગર સ્મશાન‌થી શિવાજી સર્કલ રોડ સહિત અન્ય રસ્તાઓ પર માર્ગ મરામત અને મંજૂર થયેલા નવા રસ્તાઓ બનાવવાની કામગીરી‌‌ ઝુંબેશ સ્વરૂપે હાથ ધરવામાં આવી છે. હાલ આ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande