સિદ્ધપુર હોમિયોપેથી કોલેજમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા સફળ રક્તદાન કેમ્પ
પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરની સરકારી હોમિયોપેથી કોલેજ ખાતે રેડ ક્રોસ સોસાયટી દ્વારા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો
સિદ્ધપુર હોમિયોપેથી કોલેજમાં રેડ ક્રોસ સોસાયટી દ્વારા સફળ રક્તદાન કેમ્પ


પાટણ, 12 નવેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરની સરકારી હોમિયોપેથી કોલેજ ખાતે રેડ ક્રોસ સોસાયટી દ્વારા સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં કોલેજના પ્રિન્સિપાલ, સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

રક્તદાનના આ કેમ્પમાં કુલ 45 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. રક્તદાનની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આ કેમ્પને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો. બ્લડ બેંકના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. શોભનાબેન, ડૉ. દેવધર, રજનીભાઈ અને સ્ટાફે રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે રેડ ક્રોસ સોસાયટીના મંત્રી સુરેશ પંચાલ, ભરત પંચાલ, ભરત મોદી અને પ્રોજેક્ટ ચેરમેન દિલીપ પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. તેમના સંકલન અને આયોજન સાથે, તેમજ રક્તદાતાઓના ઉત્સાહથી, રક્તદાન કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande