
ભાવનગર,12 નવેમ્બર (હિ.સ.) આગામી. 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ સવારે 9 થી બપોરે 13 કલાક સુધી BLO પોતાના મતદાન મથક પર હાજર રહેશે.
જે મતદારોનું mapping / linking બાકી હોય તે મતદારો BLO ની મદદથી mapping / linking કરાવી શકશે. જો મતદારનું નામ અથવા તેમના માતા-પિતા / દાદા-દાદી નું નામ 2002ની મતદાર યાદીમાં શોધવા BLO માર્ગદર્શન આપશે.
મતદારો પોતાનું અને પોતાના સંબંધીઓનું નામ અગાઉની ખાસ સઘન સુધારણા(SIR)ની મતદારયાદીમાં https://voters.eci.gov.in/ પર ચકાસી શકે છે, જેથી તેઓ ગણતરી ફોર્મ (Enumeration Form)માં વિગતો ભરી શકે. વધુ માહિતી માટે BLO નો ફોનથી સંપર્ક કરવા માટે મતદાર voters.eci.gov.in પરથી Book a Call with BLO વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. જિલ્લાના તમામ BLO તથા મતદાન મથકની યાદી https://collectorbhavnagar.gujarat.gov.in/ પર જોઇ શકાશે.
જે મતદારોનું નામ અથવા તેના માતા-પિતા/દાદા-દાદીનું નામ 2002ની મતદારયાદીમાં mapping / linking થઇ ગયેલ હોય તેવા કિસ્સામાં મતદારે કોઇ પુરાવા રજુ કરવાના રહેશે નહી. 2002ની મતદારયાદીમાં કોઇપણ મતદાર પોતાનું નામ નીચેની લીંકથી સર્ચ કરી શકશે.
https://erms.gujarat.gov.in/Search/SearchElectorDB
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ