
ગીર સોમનાથ, 12 નવેમ્બર (હિ.સ.) : જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર, ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કોડીનાર અને નોડલ ઓફિસરશ્રી (PwD) અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ગીર સોમનાથ અને મામલતદાર કોડીનાર ના સંકલન માં દિવ્યાંગજન અને વૃદ્ધજન મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં હાલમાં ચાલી રહેલ (SIR) ખાસ મતદાર સૂચી સુધારણા અંગે દિવ્યાંગજનો અને વૃદ્ધજન મતદારો માટે જાગૃતિ લાવવા જીવનદીપ દિવ્યાંગ બાળકોની સંસ્થા, ચોરવાડી હનુમાનજી મંદિર પાસે, બાયપાસ રોડ, કોડીનાર સંસ્થા ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કોડીનાર મામલતદાર એચ. કે. ભાસ્કર નાયબ મામલતદાર ડી. પી. નકુમ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સહાયક તનવીરભાઈ ચાવડા, જીવનદીપ સંસ્થાના સંયોજક આરીફભાઈ ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સર્વ પ્રથમ કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવના હસ્તે દીપ પ્રગટાવી તેમજ પ્રાર્થના થી શરૂ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આરીફભાઈ ચાવડાએ ઉપસ્થિત તમામનું શબ્દોથી સ્વાગત કરેલ તેમજ સંસ્થા પરિચય અને કાર્યક્રમની રૂપરેખા આપેલ, ત્યાર બાદ કોડીનાર મામલતદાર એચ. કે. ભાસ્કર મતદાર યાદી સુધારણા અંગે વિસ્તૃત માહિતી માર્ગદર્શન આપવામાં આવેલ તથા તેની સાથે કેવા કેવા દસ્તાવેજની જરૂર પડશે તેની સમજણ આપેલ સાથે ઉપસ્થિત નાયબ મામલતદાર ડી. પી. નકુમ સાહેબે ઉપસ્થિત દિવ્યાંગજનો અને વૃદ્ધજનોને કેવી રીતે ખાસ મતદાર સૂચી સુધારણા અંગેનું ફોર્મ ભરવું તેમાં શું શું માહિતી ભરવી વિગેરે સ્થળ ઉપર ફોર્મ ભરી વિસ્તૃત સમજણ આપેલ હતી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીના સહાયક તનવીરભાઈ ચાવડાએ મતદાન મથક ઉપર મળતી સવલતો વિશે જવાવેલ તેમજ દિવ્યાંગજનો માટેની વિવિધ સરકારની સહાયક યોજનાઓ વિષે સવિસ્તાર જાણકારી આપેલ હતી.
આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિવ્યાંગ બસ પાસ, લીગલ ગાર્ડિયન સર્ટીફીકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા જીવનદીપ સંસ્થાના રાકેશભાઈ બેરડીયા, ડૉ. નિકુંજભાઈ ચુડાસમા, ડૉ. ભરતભાઈ રાઠોડ, વિપુલભાઈ સોલંકી, નાઝીમાંબેન જુણેજા, ભાવનાબેન રાઠોડ, અમીતાબેન ચાવડા અને વાલીગણે ભારે જહેમત ઉઠાવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ