આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરસના આયોજન અંગે પોરબંદર જિલ્લા-સ્તરીય મિટિંગ યોજાઈ.
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.)વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરસ (કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશ) ના આગામી સમયમાં આયોજન અંતર્ગત પોરબંદર જિલ્લા-સ્તરીય કાર્યક્રમ યોજાયો હતો. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરસ (કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશ)નું આયોજન 8-9 જાન્યુઆરી 2026 ન
આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરસના  આયોજન અંગે પોરબંદર જિલ્લા-સ્તરીય મિટિંગ યોજાઈ.


આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરસના  આયોજન અંગે પોરબંદર જિલ્લા-સ્તરીય મિટિંગ યોજાઈ.


આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરસના  આયોજન અંગે પોરબંદર જિલ્લા-સ્તરીય મિટિંગ યોજાઈ.


પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.)વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરસ (કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશ) ના આગામી સમયમાં આયોજન અંતર્ગત પોરબંદર જિલ્લા-સ્તરીય કાર્યક્રમ યોજાયો હતો. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરસ (કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશ)નું આયોજન 8-9 જાન્યુઆરી 2026 નાં રાજકોટમાં યોજાનાર છે. જેનાં ભાગરૂપે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરસ અંતર્ગત પોરબંદર જિલ્લામાંથી વાઇબ્રન્ટ ગુજરાત જિલ્લા સ્તરીય સહભાગીતા થાય તે માટે મીટીંગ યોજાઇ હતી.

પોરબંદર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત જિલ્લા સ્તરીય કાર્યક્રમનાં આયોજન માટે તાજેતરમાં ધ પોરબંદર ડીસ્ટ્રીક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ હોલ, કિર્તીમંદિર પાસે, પોરબંદર ખાતે ચર્ચા કરવામાં આવી હતી.

પોરબંદર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત જિલ્લા સ્તરીય કાર્યક્રમનો આયોજન માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ધ પોરબંદર ડીસ્ટ્રીક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે ચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રનાં સંયુક્ત ઉદ્યોગ કમિશ્નર અને જનરલ મેનેજર ડી.આર. પરમાર દ્વારા પોરબંદર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત જિલ્લા સ્તરીય કાર્યક્રમનાં આયોજન માટે ધ પોરબંદર ડીસ્ટ્રીક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની ઉપસ્થિતમાં સર્વે સભ્યોને વિસ્તૃત માહિતી આપી અને વધુમાં વધુ MoU/Investment Intentions થાય તે માટે મહતમ પ્રયાસ કરવા અંગે ચર્ચા કરી હતી. ઉપરાંત પોરબંદર જિલ્લા-સ્તરીય ક્રાર્યક્રમમાં MSME, મહિલા ઉધોગસાહસિકો, હાથશાળ કારીગરો, કુટીર ઉધોગ, સ્ટાર્ટ અપ માટે EDII/ STBI - સાવલી/I-Create/IACEનાં સહયોગથી વિવિધ કાર્યક્રમોને સફળ બનાવવા માટે ધ પોરબંદર ડીસ્ટ્રીક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પોરબંદરને સૂચનો અને તેમના અભિપ્રાય આપવા જણાવ્યું હતું. પોરબંદર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત જિલ્લા સ્તરીય કાર્યક્રમના આયોજનની ચર્ચામાં ધ પોરબંદર ડીસ્ટ્રીક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રમુખ ટી.કે.કારિયા અને ધ યુવા પોરબંદર ડીસ્ટ્રીક ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રમુખ સુમીત સલેટ, સેક્રેટરી જયેશ પત્તાણી, પૂર્વ પ્રમુખ જતીન હાથી ઉપરાંત પોરબંદરનાં જાણીતા ઉદ્યોગકાર અને લેખક પદુભાઈ રાયચુરા અને અનીલ કારિયા ઉપસ્થિત રહયા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande