બેંક છેતરપિંડીના કેસમાં, સીબીઆઈએ સિંગાપોરના રહેવાસી રાજેશ બોથરાની ધરપકડ કરી
નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.): સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, શુક્રવારે દિલ્હીથી સિંગાપોરના રહેવાસી રાજેશ બોથરાની ધરપકડ કરી, જેના પર ₹31.60 કરોડની બેંક છેતરપિંડીનો આરોપ છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, પંજાબ નેશનલ બેંકની ફરિયાદના આધારે આ
સીબીઆઈ


નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.): સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ, શુક્રવારે દિલ્હીથી સિંગાપોરના રહેવાસી રાજેશ બોથરાની ધરપકડ કરી, જેના પર ₹31.60 કરોડની બેંક છેતરપિંડીનો આરોપ છે. સીબીઆઈના જણાવ્યા અનુસાર, પંજાબ નેશનલ બેંકની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે, મેસર્સ ફ્રોસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ અને તેના ડિરેક્ટરો, અજાણ્યા વ્યક્તિઓ અને કેટલાક સરકારી અધિકારીઓએ બેંકને ₹31.60 કરોડની છેતરપિંડી કરવાનું કાવતરું ઘડ્યું હતું.

તપાસમાં જાણવા મળ્યું છે કે, રાજેશ બોથરાએ નકલી લેડિંગ બિલ બનાવીને બેંકમાં સબમિટ કર્યા હતા. આ નકલી દસ્તાવેજોમાં વેપાર દર્શાવવામાં આવ્યો હતો, પરંતુ ખરેખર કોઈ માલ મોકલવામાં આવ્યો ન હતો કે વેચવામાં આવ્યો ન હતો. આ છેતરપિંડીના પરિણામે બેંકને આશરે ₹32 કરોડનું નુકસાન થયું હતું. રાજેશ બોથરાને અગાઉ અનેક બેંક છેતરપિંડી અને આર્થિક ગુનાના કેસમાં આરોપી ગણવામાં આવ્યો છે. તે ક્યારેય તપાસ કે ટ્રાયલમાં હાજર થયો ન હતો. તપાસ એજન્સી આરોપી રાજેશને કોર્ટમાં રજૂ કરવાની તૈયારી કરી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande