

પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) સાંતલપુર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 2025 માં બકુત્રા પ્રાથમિક શાળાના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ ચેસની બુદ્ધિપૂર્ણ રમતમાં ઐતિહાસિક પ્રદર્શન કરતાં શાળાને ગૌરવ અપાવ્યું છે. આ સિદ્ધિ શાળાના રમત ક્ષેત્રે નવા મોરચા સર્જે છે.અન્ડર–14 કન્યા વિભાગમાં કુ. રબારી મોઘી હીરાભાઈએ અદ્ભુત એકાગ્રતા અને સ્ટ્રેટેજી સાથે પ્રતિસ્પર્ધીઓને પાછળ મૂકી ચેસમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. તેમનું પ્રદર્શન સાંતલપુર માટે ગર્વની બાબત છે.
અન્ડર–14 કુમાર વિભાગમાં કુ. રાજગોર વરુણ શિવરામએ બુદ્ધિ અને શાંત સ્વભાવથી રમતમાં માસ્ટરી હાંસલ કરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. તેમની જીત રમતમાં તેમની ઊંડી સમજ અને મહેનતની સાબિતી છે.
આ બંને વિદ્યાર્થી હવે જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં સાંતલપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. બકુત્રા પ્રા.શાળા પરિવાર તેમના આ અવલોકનીય વિજયથી ગર્વ અનુભવે છે અને આગામી સ્પર્ધાઓ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ