ગીર સોમનાથના માધુપુર ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી થશે
ગીર સોમનાથ 14 નવેમ્બર (હિ.સ.) ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ગીર સોમનાથ જિલ્લાના માધુપુરમાં પટેલ સમાજની વાડી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ વર્ષ ની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુક
ગીર સોમનાથના માધુપુર ખાતે


ગીર સોમનાથ 14 નવેમ્બર (હિ.સ.) ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ગીર સોમનાથ જિલ્લાના માધુપુરમાં પટેલ સમાજની વાડી ખાતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં જનજાતિય ગૌરવ વર્ષ ની ઉજવણીનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશે.

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના માધુપુર ખાતે આજે પટેલ સમાજની વાડી ખાતે જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવાસેતુ કાર્યક્રમ અને મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ સાથે જ મહાનુભાવોના વરદહસ્તે તેજસ્વી તારલાઓ, વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આદિજાતિ સમાજનો ઈતિહાસ વર્ષોથી સાહસ, શોર્ય, ખમીરવંતો અને ગૌરવશાળી રહ્યો છે. ભગવાન બિરસા મુંડાએ આઝાદી માટે નાની વયે જ પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. વિવિધ સ્પર્ધા થકી વિદ્યાર્થીઓ તેમના જીવન કવન વિશે માહિતગાર થશે

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande