સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે પોરબંદર અને માધવપુરમાં ભવ્ય પદયાત્રાનું આયોજન
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં બે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ નાગરિકોને મોટી સંખ્યામાં જોડાવા માટે જિલ્લા કલેકટર એસ
સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે પોરબંદર અને માધવપુરમાં ભવ્ય પદયાત્રાનું આયોજન


સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે પોરબંદર અને માધવપુરમાં ભવ્ય પદયાત્રાનું આયોજન


પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : અખંડ ભારતના શિલ્પી લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લામાં બે ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ નાગરિકોને મોટી સંખ્યામાં જોડાવા માટે જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણી દ્વારા અપીલ કરવામાં આવી છે.

એકતા, અખંડિતતા અને સ્વદેશીના સંદેશને જન-જન સુધી પહોંચાડવાનો હેતુ સાથે યોજાનાર આ પદયાત્રામાં પોરબંદર લોકસભા સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, પોરબંદરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો સહભાગી બનશે.

પ્રથમ પદયાત્રા પોરબંદર વિધાનસભા મતવિસ્તારમાં શનિવાર, તા.15 મી નવેમ્બર, 2025 ના રોજ સાંજે યોજાશે. બપોરે 3:30કલાકે કનકાઈ માતાના મંદિર, ચોપાટી ખાતે જિલ્લાના તમામ નાગરિકો, આગેવાનો અને હોદ્દેદારોને એકત્ર થવા માટે જિલ્લા કલેક્ટરએ વિનંતી છે.

આ એકતા પદયાત્રા અંદાજિત 7 થી 8 કિલોમીટરમાં યોજાશે જે સાંજે 4:00 કલાકે કનકાઈ માતાના મંદિર, ચોપાટીથી શરૂ થશે. ત્યાંથી આગળ વધતા કલેક્ટર બંગલો - પેરેડાઈઝ સર્કલ - હાર્મની સર્કલ - એમજી રોડ - સુદામા ચોક - ડ્રીમલેન્ડ સિનેમા - માણેક ચોક - કીર્તિ મંદિર થઈ શીતળા ચોક અને ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ રોડ પર ભાવના ડેરી - અંબિકા સ્વીટ - હનુમાન ગુફા - બ્રહ્મ સમાજની વાળી થઈને રેલવે સ્ટેશન સર્કલ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ પાસે આ પદયાત્રાનું સમાપન થશે.

પદયાત્રાના રૂટ પર ઠેર-ઠેર સ્વાગત કાર્યક્રમો, પ્લેટફોર્મ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને લોકોની સુવિધા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પદયાત્રામાં સાંદિપની વિદ્યાનિકેતન, નવરંગ સંગીત સાહિત્ય કલા પ્રતિષ્ઠાન, ગ્રીન પોરબંદર, JCI પોરબંદર, સંસ્કાર ભારતી , રોટરી ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, ખારવા સમાજ, અંજુમન ઇસ્લામ સમાજ, વાલ્મિકી સમાજ, હિતેષભાઇ લાખાણી (ટિફિન સેવા) સહિતની સ્વૈચ્છિક સંસ્થાઓ આ પદયાત્રાનું વિવિધ સ્થળો પર સ્વાગત કરશે.

બીજી પદયાત્રા કુતિયાણા વિધાનસભા મતવિસ્તાર માટેની પદયાત્રા રવિવાર, તા.16મી નવેમ્બર, 2025 ના રોજ સાંજે 4:00કલાકે યોજાશે જેમાં મૂળ માધવપુરથી શરૂ થઈને તેની આસપાસના ગામો તેમજ કુતિયાણા અને પોરબંદર તાલુકાના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાશે.

સમગ્ર પોરબંદર શહેર અને જિલ્લાના તમામ નાગરિકો, આગેવાનો, હોદ્દેદારો અને સંસ્થાઓના પ્રતિનિધિઓને રાષ્ટ્રની એકતાના આ મહાયજ્ઞમાં જોડાઈ, પદયાત્રાનું સ્વાગત કરી, અને સરદાર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાર્દિક અપીલ કરવામાં આવે છે.

આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાવા જિલ્લા વહીવટી તંત્ર અને સંસ્થાઓ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પોરબંદર કલેક્ટરે જિલ્લાના અધિકારીઓ મહાનગરપાલિકાના અધિકારીઓને તારીખ. 15- 16 ના આ કાર્યક્રમ માટે જરૂરી તૈયારી કરવા પણ માર્ગદર્શન આપ્યું છે.તા. 15 અને 16 ના કાર્યક્રમો સંદર્ભે જાહેર જનતાને માહિતી મળે અને લોકો જોડાઈ તે માટે આજે કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી પત્રકાર પરિષદમાં અધિક કલેક્ટર જે.બી. વદર, નાયબ કમિશનર હર્ષ પટેલ , સહાયક માહિતી નિયામક નરેશ મહેતા સહિતના અધિકારીઓ-પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande