
રાજકોટ, 14 નવેમ્બર (હિ.સ.) તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, શહેર તેમજ હાઇવે પરના ખરાબ થઈ ગયેલા રોડ રીપેરીંગની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના આપી છે. જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં રોડ રીપેરિંગની કામગીરી સઘન રીતે ચાલી રહી છે.
રાજકોટના વોર્ડ-2 માં એરપોર્ટ મેઈન રોડ, સિંચાઈ નગર શેરી નંબર-1 સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગોના રિપેરિંગ તેમજ ડામરથી રિસરફેસિંગની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત અન્ય વિસ્તારોમાં પણ કામગીરી સઘન રીતે આગળ વધારાશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ