સંઘની શતાબ્દી યાત્રા: વ્યાખ્યાનમાળાના તૃતીય દિવસે સહસરકાર્યવાહ અતુલ લિમયે એ આપ્યું વ્યાખ્યાન
બાલાસાહેબ અને રજ્જુભૈયા દ્વારા સામાજિક પરિવર્તન અને સ્વીકાર્યતા પર પાડ્યો પ્રકાશ ગાંધીનગર, 14 નવેમ્બર (હિ.સ.) : “ભારતીય વિચાર મંચ” દ્વારા “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના શતાબ્દી વર્ષ નિમિત્તે “સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પ
સહસર કાર્યવાહ અતુલ લીમયે


અમદાવાદ ખાતે વ્યાખ્યાનમાળા


બાલાસાહેબ અને રજ્જુભૈયા દ્વારા સામાજિક પરિવર્તન અને સ્વીકાર્યતા પર પાડ્યો પ્રકાશ

ગાંધીનગર, 14 નવેમ્બર (હિ.સ.) : “ભારતીય વિચાર મંચ” દ્વારા “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના શતાબ્દી વર્ષ નિમિત્તે “સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય પર વ્યાખ્યાન માળાના તૃતીય દિવસે સહસરકાર્યવાહ અતુલ લિમયે જીએ આપ્યું વ્યાખ્યાન. બાલાસાહેબ અને રજ્જુભૈયા દ્વારા સામાજિક પરિવર્તન અને સ્વીકાર્યતા પર પ્રકાશ પાડ્યો હતો.

અતુલ લિમયે એ જણાવ્યું કે, સમાજજીવનના વિવિધ ક્ષેત્રો, જેવા કે શિક્ષણ, સેવા, શ્રમિક, મહિલા તથા વિદ્યાર્થી સંસ્થાઓમાં સંગઠિત કાર્યનું વિશાળ વિસ્તરણ બાલાસાહેબ દેવરસજીના સમયમાં થયું હતું. ઈમરજન્સી (1975-77) દરમિયાન તેમણે લોકતંત્રના મૂલ્યોના રક્ષણ માટે નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. અને એક વર્ષ પહેલા તેમણે તેમના એક ભાષણ દરમિયાન જણાવ્યું હતું કે, દેશમાં કટોકટીની પરિસ્થિતિનું નિર્માણ થઇ શકે એમ છે અને “રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ” પર પાબંધી લાગી શકે એમ છે. અને કટોકટીની દરમિયાન કુલ 1 લાખ 30 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી જેમાંથી, જેમાં એક લાખથી વધુ સ્વયં સેવક હતા.

રામ જન્મભૂમિ આંદોલન સમયે બાlલાહેબે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે, હિંદુ સંસ્કૃતિનું જાગરણ આવશ્યક છે. અને જણાવ્યું હતું કે, 20-30 વર્ષ સુધી આ આંદોલન ચલાવવું પડશે, અધ વચ્ચે તેને છોડી શકાશે નહીં.

૧૯૯૫મા તેમેણ હિન્દુત્વની પરિભાષા આપતા જણાવ્યું હતું કે, ભારત દેશને માતૃભૂમિ માણવા વાળો દરેક વ્યક્તિ હિંદુ છે અને શાખામાં આવી શકે છે. સાંપ્રદાયિક સમસ્યાના ઉકેલના ભાગરૂપે બાલાસાહેબે જણાવ્યું હતું કે, ભારતનો મુસ્લિમ અને ખ્રિસ્તી સમાજ બહારથી આવ્યો નથી, તેમના મૂળીયા ભારતના જ છે.

વધુમાં બાલાસાહબ વિશે જણાવતા અતુલજીએ જણાવ્યું હતું કે, તેમનો વિશ્વાસ હતો કે સંઘનું કાર્ય માત્ર શાખા પૂરતું ન રહેતા, સમાજના દરેક ક્ષેત્રમાં સક્રિય યોગદાન આપે તેવી ઇચ્છા હતી. ૧૭ જૂન ૧૯૯૬ના રોજ તેમનું અવસાન થયું. તેમનું જીવન અને કાર્યભાર સંઘના સામાજિક વિસ્તરણ અને લોકતંત્રના ચેતનાના અભ્યાસ માટે વિશેષ મહત્વ ધરાવે છે.

ત્યાર બાદ, રજ્જુભૈયાજી ૧૯૯૪માં સંઘના ચતુર્થી સરસંઘચાલક બન્યા. તેમના નેતૃત્વમાં સંઘે સમાજના વિવિધ ક્ષેત્રોમાં સંવાદ, સેવા અને રાષ્ટ્રીય એકતાના માપદંડોને વધુ મજબૂત બનાવ્યા. તેમની સરળ, સૌમ્ય અને સંવેદનાત્મક શૈલીએ સંઘને વ્યાપક સમાજ સાથે જોડવામાં વિશેષ યોગદાન આપ્યું. ૧૪ જુલાઈ ૨૦૦૩ના રોજ તેમનું અવસાન થયું. તેમનું સમગ્ર જીવન “વિદ્યા અને રાષ્ટ્ર સેવાનો સુમેળ” તરીકે પ્રેરણાદાયી ઉદાહરણ રહ્યું.

આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, રિવાબા જાડેજા, મહારાજ સમરજીતસિંહ ગાયકવાડ, પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી, પદ્મશ્રી કુમારપાળ ભાઈ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહા, વરિષ્ઠ પત્રકાર દીક્ષિતભાઈ સોની, કલ્પકભાઈ કેકડે, IIT ગાંધીનગરના ડાયરેક્ટર રજત મૂના સહિત ગુજરાતની અનેક યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર જેવાકે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીનાં વાઈસ ચાંસલર ડૉ. રાજુલ ગજ્જર, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સીટીનાં વાઈસ ચાંસલર ડૉ. પોરિયા, સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના વાઈસ ચાંસલર ડૉ. ઉત્પલ જોશી, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટીનાં વાઈસ ચાંસલર ડૉ. ચાવડા સાહેબ, સરદાર પટેલ યુનિવર્સીટીના વાઈસ ચાંસલર નિરંજનભાઈ પટેલ સહિત પ્રખ્યાત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જય થડેશ્વર પધાર્યા હતા.

આ ઉપરાંત સંઘના વરિષ્ઠ વિચારકો, પ્રજ્ઞા પ્રવાહ અને ભારતીય વિચાર મંચના પ્રતિનિધિઓ તેમજ વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓ અને સમાજના પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ વ્યાખ્યાન માળામાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના 100 વર્ષની સફર બાબતે મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં, “સંઘનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં ફાળો અને રાષ્ટ્રજીવનમાં યોગદાન” વિષયક પ્રેરણાસ્પદ દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી માહિતી પીરસવામાં આવી હતી. આ કાર્યક્રમમાં “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની સ્થાપનાથી આજદિન સુધીની યાત્રા, તેના વિચારોનો વિકાસ અને વૈશ્વિક સ્તરે સંઘની સકારાત્મક અસરને સુંદર રીતે રજૂ કરતી એક વિશેષ ફિલ્મ મુલાકાતીઓએ ખાસ નિહાળી હતી. આ ફિલ્મ દ્વારા રાષ્ટ્રનિર્માણમાં સંઘના અદૃશ્ય પરંતુ અગત્યના યોગદાનનું જીવંત દર્શન દર્શાવાયું હતું.

આ ઉપરાંત, “સંઘના શતાબ્દી સફરમાં મહત્વના સ્મારકોના 3D મોડેલ” પ્રદર્શનમાં મુકાયા છે, જેમાં ડૉ. હેડગેવારનું ઘર, મોહિતેવાડા, સ્મૃતિ મંદિર, વિવેકાનંદ શીલા સ્મારક મેમોરિયલ, રામ મંદિર અને ભારત માતાનો સમાવેશ થાય છે. તેમજ, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર, વીર સાવરકર, કનૈયાલાલ મુનશી જેવા અનેક યુગનાયકના “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” સાથેના સુમેળભર્યા સંબંધો અને વાર્તાલાપના દસ્તાવેજો જાહર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” નું સ્વાધીનતા સંગ્રામમાં યોગદાન, સંઘની રચના અને તેના કાર્યો સાથે જોડાયેલા મહત્વપૂર્ણ દસ્તાવેજો, સંઘના સેવાકાર્યો અને રાષ્ટ્રજીવનના વિવિધ આયામોમાં સંઘકાર્ય અંગેની વિગતો સાથેના દસ્તાવેજ પ્રદર્શનીમાં દર્શનીય છે.

ચાર દિવસીય વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસરકાર્યવાહ આલોક કુમાર જી દ્વારા પાંચમાં સરસંઘચાલક પૂ. સુદર્શનજી અને વર્તમાન સરસંઘચાલક પૂ. ડો. મોહન ભાગવતજી દ્વારા વ્યાપક સંપર્ક અને સજ્જન શક્તિની સહભાગિતા વિષય પર વિગતવાર ચર્ચા કરશે.

“ભારતીય વિચાર મંચ” દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળાનો મુખ્ય હેતુ સમાજના પ્રબુદ્ધ વર્ગ, વિવિધ ક્ષેત્રોના ચિંતકો, વિચારકો અને પ્રભાવશાળી વ્યક્તિઓને “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના વાસ્તવિક સ્વરૂપ, તેની રાષ્ટ્રનિષ્ઠ વિચારોની પરંપરા, તથા સમાજ હિતમાં થયેલા સતત પ્રયત્નોથી પરિચિત કરાવવાનો છે.

“સંઘની શતાબ્દી યાત્રા – નેતૃત્વની દિશા અને ભૂમિકા” વિષય સાથે આયોજિત આ વ્યાખ્યાન માળાની અન્ય વિશેષતા એ પણ છે કે, ભારત સરકારની ટંકશાળ (મિન્ટ), મુંબઈ દ્વારા “100 Years of RSS” સ્મારક સિક્કાના વિશેષ વેચાણ કેન્દ્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે આ કાર્યક્રમ વધુ ઐતિહાસિક બની રહ્યો છે. “ભારતીય વિચાર મંચ” આ પ્રકારના સિક્કાઓને સંગ્રહિત કરવાના ઈચ્છુક મિત્રોને મુલાકાત લેવા માટે વિશેષ આમંત્રિત કરે છે.

આ પ્રસંગે “ભારતીય વિચાર મંચ” ના મહામંત્રી ઇશાન જોશીએ જણાવ્યું હતું કે, “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ના શતાબ્દી વર્ષ એ માત્ર એક સંસ્થા માટે નહીં, પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઉદ્દબોધનનો પ્રસંગ છે. આ કાર્યક્રમ દ્વારા “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ” ની મૂલ્ય પ્રેરિત યાત્રાને સમજી રાષ્ટ્ર જીવનમાં નવો ઉત્સાહ અને વૈચારિક શક્તિ નિર્માણ થાય એ અમારો ઉદ્દેશ છે.”

છેલ્લા 34 વર્ષથી દેશ અને સમાજને અસર કરતા કાર્યક્રમ આયોજિત કરતી સંસ્થા “ભારતીય વિચાર મંચ” દ્વારા નાગરિકોમાં જાગૃતિ આવે તે આશયથી વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં ચિંતક, વિચારક સહિત અનેક મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ હોય છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande