
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.)સિદ્ધપુર તાલુકા કક્ષાના ખેલ મહાકુંભ 2025 માં યોગાંજલિ પ્રાથમિક શાળાની તેજસ્વી વિદ્યાર્થીની કુ. મસાવડા એન્જલ રાહુલકુમારે અનોખું પ્રદર્શન કરીને તાલુકાને ગૌરવ અપાવ્યું છે. અન્ડર–11 કન્યા વિભાગમાં તેમની સિદ્ધિ સમગ્ર શાળા માટે આનંદનો વિષય બની છે.
એન્જલે પોતાના દૃઢ સંકલ્પ, એકાગ્રતા અને ઉત્તમ કૌશલ્યના દમ પર પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમની આ અપ્રતિમ જીતે યોગાંજલિ શાળાની યશકલગીમાં એક વધુ ગૌરવનો પલ ઉમેર્યો છે.
હવે એન્જલ સિદ્ધપુર તાલુકાની પ્રતિનિધી તરીકે આગામી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લેશે. આ અવસર તેમના રમતજગતના સફરમાં મહત્વનો પડાવ સાબિત થશે.
એન્જલના પિતાશ્રી તથા કોચ રાહુલભાઈએ તેમની પુત્રીની મહેનત અને સમર્પણ પર ગર્વ વ્યક્ત કર્યો છે, જ્યારે શાળા પરિવારએ પણ આ સિદ્ધિને હર્ષભેર બિરદાવી છે અને જિલ્લા સ્તરે તેજસ્વી પ્રદર્શન માટે શુભકામનાઓ પાઠવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ