સરકારી માધ્યમિક શાળા સીમર ખાતે વંદે માતરમ્ @150 ની ઉજવણી કરાઇ
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લાની સરકારી માધ્યમિક શાળા, સીમર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ‘વંદે માતરમ્’ ના
સરકારી માધ્યમિક શાળા સીમર ખાતે ‘વંદે માતરમ્’150 ની ઉજવણી કરાઇ.


સરકારી માધ્યમિક શાળા સીમર ખાતે ‘વંદે માતરમ્’150 ની ઉજવણી કરાઇ.


પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે પોરબંદર જિલ્લાની સરકારી માધ્યમિક શાળા, સીમર ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકમંડળ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ‘વંદે માતરમ્’ ના મૂળ સ્વરૂપમાં સમૂહગાનથી કરવામાં આવ્યું હતું. સમગ્ર શાળા પ્રાંગણમાં રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો.

વિદ્યાર્થીઓએ આ અવસરે સ્વદેશીના શપથ લીધા હતા. શિક્ષકમંડળ દ્વારા સ્વદેશી વિચારધારાનો મહિમા તથા આજના યુગમાં તેની આવશ્યકતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande