
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : પાટણના બળીયાપાડા વિસ્તારમાં બુધવારે બપોરે જામીન હમીદભાઈ શેખ (21) પોતાની ગાડી લઈને સદારામ એસ્ટેટ જતાં હતા. માર્ગમાં પહોંચતાં રાધનપુરી વાસ પાસે ચિરાગ રમણભાઈ પટ્ટણી છરી લહેરાવતા ચાલતો હતો. જામીનની સાઈડ કાપવા માટે હોર્ન વગાડતાં ઉશ્કેરાયેલા ચિરાગે ગાડીનો દરવાજો ખોલી છરીથી હુમલો કર્યો. જામીનને હાથની કલાઈ, ખભાની નીચેનાં ભાગ અને પીઠ પર ઘા આવ્યા. હુમલાખોરે ધમકીઓ આપી ત્યાંથી ભાગી ગયો.
ઈજાગ્રસ્ત જામીન લોહી નિકળતા અને વધુ ઈજાગ્રસ્ત થતા તેણે પોતાની ગાડી લઈને પોલીસ સ્ટેશન જતા પોતાની મમ્મી અને મિત્રને ફોન કરી બનાવની જાણ આપી. તેમણે 108ને બોલાવી અને જામીનને ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. પોલિસે ઘટના બાદ ચિરાગ પટ્ટણી વિરુદ્ધ ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી. હુમલો ગંભીર હોવાને કારણે પોલીસ સક્રિય છે અને વધુ તપાસ ચાલી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ