વિસાવદરમાં બેંક કર્મીએ ગ્રાહકને બોલાવી નાણાં પરત કર્યા
જુનાગઢ, 2 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ જિલ્લાના વિસાવદર બેંકના કેશિયરે ગ્રાહકના રૂપિયા પરત કર્યા હતા. વિસાવદર પંથકના મોણીયાં નાગબાઈ માતાજી મંદિરના વિજય બાપુ ગઢવી વિસાવદર એસ.બી.આઈ માં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. બાદમાં રૂપિયા ભરેલું ઝબલુ બેંકમાં જ ભૂલી
વિસાવદરમાં બેંક કર્મીએ ગ્રાહકને બોલાવી નાણાં પરત કર્યા


જુનાગઢ, 2 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ જિલ્લાના વિસાવદર બેંકના કેશિયરે ગ્રાહકના રૂપિયા પરત કર્યા હતા. વિસાવદર પંથકના મોણીયાં નાગબાઈ માતાજી મંદિરના વિજય બાપુ ગઢવી વિસાવદર એસ.બી.આઈ માં રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. બાદમાં રૂપિયા ભરેલું ઝબલુ બેંકમાં જ ભૂલી ગયા હતા. બેંકના કેશિયર પવનભાઈ પરમારે તુરંત વિજયબાપુને ફોન કરી જાણ કરી હતી અને બીજા જ દિવસે આ નાણાં પરત કર્યા હતા. આ અંગે બેંક કર્મીનો આભાર વ્યક્ત કરી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande