
ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : ઉના શહેરમાં શાહ એચડી હાઈસ્કુલ પાછળ આવેલ હરિઓમ સોસાયટી દ્વારા તુલસી વિવાહનો ભવ્ય કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ તુલસી વિવાહમાં ઠાકોરજી શાલીગ્રામની જાન મનસુખભાઈ નાનુભાઈ ઘરે થી વાજતે ગાજતે ડી.જે.ના તાલે સોસાયટી વિસ્તારમાં નીકળી હતી. અને સંદીપભાઈ ના ઘરે જાન પહોંચી હતી.
આ લગ્નમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને લગ્ન મંડપમાં ભૂદેવ પ્રકાશકુમાર લાભશંકર ઠાકર દ્વારા તુલસી વિવાહ વિવધિવત કાર્યક્રમ યોજેલ હતો. જેમાં કન્યા દાન સંદીપભાઈ વાજા, હંસાબેનભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હરિ ઓમ સોસાયટી વિસ્તારના અને આજુબાજુના તમામ ભાઈઓ બહેનો વડીલો એ ભગવાનના લગ્નમાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ