

ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : સુત્રાપાડા માં દરેક ખેતી વાડી વિસ્તારમાં સર્વે કરી પંચરોજ કામ કરવામાં આવીયુ. ગીર સોમનાથ કલેક્ટર, નિવાસી અધિક કલેક્ટર જિલ્લા ખેતીવાડી અધિકારીના આદેશ અનુસાર સુત્રાપાડા સીટી તલાટી પંકજભાઈ ચૌહાણ અને સર્વે ટીમના સભ્ય આર.એન. નાઘેરાભાઈ તેમજ જોટવાભાઇ દ્વારા વિસ્તરણ અધિકારી અશ્વિનભાઈના માર્ગદર્શન મુજબ સુત્રાપાડા નગરપાલિકાના દરેક વિસ્તારનો ઓવરઓલ સર્વે કરી પંચરોજકામ કરેલ છે. જેમાં સુત્રાપાડા નગરપાલિકાના પ્રમુખ સુત્રાપાડા શહેર પ્રમુખ તેમજ ચુટાયેલા સભ્યોની સાથે ખેડૂતોને રાખી પંચરોજકામ કરેલ છે. તેમજ તમામ ખેડૂતો લોકોને સાથે રાખીને આજ રોજ આ રોજકામ પૂર્ણ કરવામાં આવેલ છે. તેમજ ખેડૂતોનું કહેવું છે કે ઝડપથી સરકાર ખેડૂતોને થયેલા નુકસાન સામે રાજય સરકાર સહાય કરે તેમજ પાક ધીરાણ માફ કરે તેવી માંગ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ