



પોરબંદર, 2 નવેમ્બર (હિ.સ.) : પોરબંદર જિલ્લાની માથે પડેલા ત્રણ ટોલનાકાને લઈને છેલ્લા ઘણા સમયથી લોકોમાં નારાજગી જોવા મળી રહી છે તે વચ્ચે કુછડી ટોલનાકા દ્વારા લોકલ પાસ સિસ્ટમ બંધ કરી દેતા આસપાસના ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ વાહન ચાલકો ગ્રામજનો સાથે પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખને રજુઆત કરવા પહોંચ્યા હતા. આ રજુઆત દરમિયાન ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વર્ષોથી કુછડીમાં લોકલ પાસ સિસ્ટમની પ્રથા ચાલી રહી હતી જેનાથી આસપાસના ગ્રામજનોને વાહન ચાલકોને ફાયદો રહેતો હતો. નજીકમાં ટોલનાકું હોવાથી લોકલ પાસ સિસ્ટમ અમલમાં હતી પરંતુ આ પાસ સિસ્ટમ એકાએક રદ્દ કરી દેતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે, જેથી પોરબંદરના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા નેશનલ હાઇવે ઓથોરિટીને રજુઆત કરી લોકલ પાસ સિસ્ટમ ફરી ચાલુ કરે તેવી માંગ કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya