પાટણ કોંગ્રેસમાં નવા ચેરમેનની નિમણૂક સામે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને દલિત આગેવાનોનો ઉગ્ર વિરોધ
પાટણ, 12 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગમાં નવા ચેરમેનની નિમણૂકને લઈને સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને દલિત આગેવાનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. તેઓએ પૂર્વ ચેરમેન હસમુખ સક્સેનાને ફરીથી નિયુક્ત કરવાની માંગ સાથે પ્રદેશ નેત
પાટણ કોંગ્રેસમાં નવા  ચેરમેનની નિમણૂક સામે સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને  દલિત આગેવાનોનો ઉગ્ર વિરોધ


પાટણ, 12 ડિસેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લા કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગમાં નવા ચેરમેનની નિમણૂકને લઈને સ્થાનિક કોંગ્રેસ કાર્યકરો અને દલિત આગેવાનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે. તેઓએ પૂર્વ ચેરમેન હસમુખ સક્સેનાને ફરીથી નિયુક્ત કરવાની માંગ સાથે પ્રદેશ નેતાઓ સમક્ષ રજૂઆત કરી છે.

છેલ્લા ત્રણ વર્ષથી હસમુખ સક્સેના ચેરમેન તરીકે કાર્યરત હતા અને તેમના કાર્યકાળ દરમિયાન જિલ્લામાં કોંગ્રેસને મજબૂત બનવામાં દલિત સમુદાયનું મોટું યોગદાન રહ્યું છે. કોંગ્રેસના ગઢ સમાન પાટણ જિલ્લામાં ચારમાંથી બે બેઠકો કોંગ્રેસના ફાળે છે, જેને કારણે તેમની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાય છે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્થાનિક આગેવાનોને વિશ્વાસમાં લીધા વિના એક અપરિચિત વ્યક્તિની નિમણૂક કરાતા દલિત સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે. આગેવાનોનું કહેવું છે કે આ નિર્ણયથી દલિત વોટબેંક સાથે અન્યાય થયો છે અને તેનાથી પાર્ટીમાં અસંતોષ વધ્યો છે.

આગેવાનોએ જિલ્લાના પ્રમુખ, ધારાસભ્યો તેમજ પ્રદેશ પ્રમુખને મળીને હસમુખ સક્સેનાની ફરી નિયુક્તિની માંગ કરી છે અને ચીમકી આપી છે કે માંગ ન સંતોષાય તો સામૂહિક રાજીનામાં આપવામાં આવશે. સાથે જ કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરતા લોકોને હાઈકમાન્ડ સમક્ષ ખુલ્લા પાડવાની પણ ચેતવણી આપી છે, જેનાથી 2027ની ચૂંટણીમાં દલિત વોટબેંક પર અસર પડી શકે છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande