પશ્ચિમ રેલવેના જીએમ વિવેક ગુપ્તા ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાતે
ગોધરા, 12 ડિસેમ્બર (હિ.સ.) : અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત ગોધરા શહેરના રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ગોધરા રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે, ત્યારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા એ ગોધરાની મુલાકાત લીધી હતી,
પશ્ચિમ રેલવે ના જીએમ વિવેક કુમાર ગુપ્તા ગોધરા રેલવે સ્ટેશન ની મુલાકાતે આવ્યા


પશ્ચિમ રેલવે ના જીએમ વિવેક કુમાર ગુપ્તા ગોધરા રેલવે સ્ટેશન ની મુલાકાતે આવ્યા


ગોધરા, 12 ડિસેમ્બર (હિ.સ.) : અમૃત ભારત રેલવે સ્ટેશન અંતર્ગત ગોધરા શહેરના રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, જેમાં ગોધરા રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવી છે, ત્યારે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તા એ ગોધરાની મુલાકાત લીધી હતી, જેમા અમૃત ભારત સ્ટેશન અંતર્ગત નવીનીકરણ પામેલા ગોધરા રેલવે સ્ટેશનની મુલાકાત લઈને હાલ ચાલી રહેલ કામો તેમજ પુર્ણ થયેલ કામોની સમીક્ષા કરી હતી, સાથે જ વડોદરા ડીઆરએમ પણ તેઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન ગોધરા રેલવે સ્ટેશન પર ટ્રેનના સ્ટોપેજ મામલે પુછાયેલ પ્રશ્નના જવાબમાં જીએમ દ્વારા લોકોની સગવડ માટે ટ્રેનના સ્ટોપેજ આપવામા આવે છે એમ જણાવ્યું હતું, વધુમાં રેલવે અન્ડર બ્રિજના કામ મામલે પણ સમય મર્યાદામા તમામ કામો રેલવે વિભાગ અને આર એન્ડ બી સાથે સમન્વય રાખી પુર્ણ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.

--------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande