
બેંગલુરુ, નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.). છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં વિક્ષેપ ચાલુ છે. આજે, બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉપડવાની 61 ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
ઇન્ડિગોએ મુસાફરોને સંદેશ મોકલીને જણાવ્યું છે કે, તેમની ફ્લાઇટ્સ આજે કાર્યરત નહીં થાય અને દિલ્હી, હૈદરાબાદ, ઇન્દોર, રાયપુર, કોલકતા, મેંગલોર, કોચી, શ્રીનગર અને ભોપાલ સહિત અનેક રૂટ પર ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. કંપની ફ્લાઇટ રદ થવાની અગાઉથી સૂચના આપતી હોવાથી એરપોર્ટ પર ઇન્ડિગો કાઉન્ટર પર મુસાફરોની ભીડ ઓછી થઈ છે.
હિન્દુસ્થાન સમાચાર / રાકેશ મહાદેવપ્પા / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ