પ્રખ્યાત ગુજરાતી ગાયિકા કિંજલ દવેની સગાઈ થઈ,જાણો તેમના મંગેતર ધ્રુવિન શાહ કોણ છે!
નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.) લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર, 2025 ના રોજ, સગાઈ કરી. તેણીએ તેના ફેસબુક પેજ પર સત્તાવાર સગાઈનો વીડિયો પોસ્ટ કરીને, આ ખુશખબર જાહેર કરી. કિંજલ દવેએ અભિનેતા અને ઉદ્યોગપતિ ધ્રુવિન શાહ સાથ
કિંજલ દવે


નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.) લોકપ્રિય ગુજરાતી ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર, 2025 ના રોજ, સગાઈ

કરી. તેણીએ તેના ફેસબુક પેજ પર સત્તાવાર સગાઈનો વીડિયો પોસ્ટ કરીને, આ ખુશખબર

જાહેર કરી. કિંજલ દવેએ અભિનેતા અને ઉદ્યોગપતિ ધ્રુવિન શાહ સાથે સગાઈ કરી છે. આ

સમાચાર આવતાની સાથે જ ચાહકો ઉત્સાહિત છે.

નોંધનીય છે કે, કિંજલ દવેએ એપ્રિલ 2018 માં પવન જોશી

સાથે સગાઈ કરી હતી, પરંતુ 2023 માં તેમની સગાઈ

રદ કરવામાં આવી હતી. લગભગ બે વર્ષ પછી, કિંજલે હવે નવી શરૂઆત કરી છે, 6 ડિસેમ્બર, 2025 ના રોજ સગાઈ કરી છે. આ સમારોહ 5 ડિસેમ્બરના રોજ

ગોળખવાય હતા. 6 ડિસેમ્બરના રોજ

ભવ્ય સગાઈ સમારોહ યોજાયો હતો.

કિંજલ દવેના મંગેતર, ધ્રુવિન શાહ કોણ છે?

કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ એક અભિનેતા હોવાની સાથે

સાથે એક સફળ ઉદ્યોગપતિ પણ છે. તે એક અગ્રણી વ્યવસાયિક પરિવારમાંથી આવે છે અને

ગુજરાતી ફિલ્મો અને સામગ્રી માટે, લોકપ્રિય જોજો એપ્લિકેશનનો સ્થાપક છે. ધ્રુવિન

શાહ બહુમુખી પ્રતિભાશાળી છે અને લાંબા સમયથી વ્યવસાય અને મનોરંજન ઉદ્યોગમાં સક્રિય

છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, “કિંજલ અને ધ્રુવિન ઘણા સમયથી ડેટિંગ કરી રહ્યા

છે અને હવે સગાઈના પવિત્ર બંધન સાથે તેમના સંબંધોને સત્તાવાર રીતે ઔપચારિક બનાવી

દીધા છે.”

કિંજલની અચાનક સગાઈના સમાચારથી, સોશિયલ મીડિયા પર અભિનંદનનો

વરસાદ શરૂ થયો છે. ગુજરાતની ચાર ચાર બંગડી વાલી ગાયિકાએ તેના જીવનમાં

એક નવો અધ્યાય શરૂ કર્યો છે, જેને તેના ચાહકો પૂરા દિલથી સ્વીકારી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande