
ગીર સોમનાથ, 7 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ, કોડીનારના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તા. ૧ થી ૫ ડિસેમ્બર દરમ્યાન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે જમીન આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉના તાલુકાના સોંદરડી ગામ અને કેશોદ તાલુકાના રંગપુર ગામના ખેડૂતો સહભાગી બન્યા હતાં.
આ દિવસની ઉજવણીમાં ૧૦૦થી વધુ જેટલા પ્રગતિશીલ ખેડૂતો જોડાયા હતા અને આ કાર્યક્રમ દરમ્યાન કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક, વિષય નિષ્ણાંત જમીન વિજ્ઞાન, વિષય નિષ્ણાંત પાક વિજ્ઞાન, વિષય નિષ્ણાંત પાક સંરક્ષણ અને વિષય નિષ્ણાંત બાગાયત ઉપસ્થિત રહ્યા હતા.
જેમણે જમીનનું આરોગ્ય જાળવવા માટે જમીન ચકાસણીનું મહત્વ, જમીનનો સેન્દ્રીય કાર્બન અને તેને વધારવા માટેના ઉપાયો, પ્રાકૃતિક ખેતી તેમજ તેના વિવિધ આયોમો અપનાવીને જમીનને સુરક્ષિત રાખવાના ઉપાયો તેમજ જમીન ચકાસણીના પરિણામને આધારિત ખતરોનો ઉપયોગ જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ૩૦ જેટલા ખેડૂતોને જમીન આરોગ્ય પત્રકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આમ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા જમીન આરોગ્ય સુધારવા માટેના અભિયાન અંતર્ગત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ