ઇન્ડિગોએ, પરિસ્થિતિમાં સુધારો થયો હોવાનો દાવો કર્યો ....
નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.) ઇન્ડિગો ફ્લાઇટ્સને લગતી વ્યાપક અંધાધૂંધી પછી, એરલાઇન્સે પરિસ્થિતિમાં સુધારો થયો હોવાનો દાવો કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે,” તેનું લક્ષ્ય રવિવારના અંત સુધીમાં 1,500 થી વધુ ફ્લાઇટ્સ ચલાવવા
ગલ્ગુદ


નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.) ઇન્ડિગો ફ્લાઇટ્સને લગતી વ્યાપક

અંધાધૂંધી પછી, એરલાઇન્સે

પરિસ્થિતિમાં સુધારો થયો હોવાનો દાવો કર્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે,” તેનું

લક્ષ્ય રવિવારના અંત સુધીમાં 1,500 થી વધુ ફ્લાઇટ્સ ચલાવવાનું છે.”

પરિસ્થિતિમાં સુધારો થયો હોવાનો દાવો કરતા, કંપનીએ જણાવ્યું

હતું કે,” શનિવારે, 113 સ્થળોએ 700 થી વધુ ફ્લાઇટ્સ

ચલાવવામાં આવી હતી. 138 સ્થળોમાંથી 135 સ્થળોએ ફ્લાઇટ્સ

ફરી શરૂ થઈ છે.જેનો અર્થ એ છે કે, 95% થી વધુ નેટવર્ક કનેક્ટિવિટી પુનઃસ્થાપિત થઈ ગઈ છે.”

એરલાઇન્સના જણાવ્યા અનુસાર, “તેનું પ્રાથમિક

ધ્યાન નેટવર્ક, સિસ્ટમ્સ અને

સ્ટાફ ડ્યુટી શેડ્યૂલને પુનઃસ્થાપિત કરવાનું હતું, જેના પ્રારંભિક હકારાત્મક સંકેતો દેખાઈ રહ્યા

છે.”

કંપનીએ સ્વીકાર્યું કે, મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ કરવી

પડી હતી, પરંતુ પરિસ્થિતિ

હવે સુધરી રહી છે. એરલાઇન્સે મુસાફરોને થયેલી નોંધપાત્ર અસુવિધા માટે ફરીથી માફી

માંગી છે. એરલાઇન્સના જણાવ્યા અનુસાર, “તાજેતરની ઘટનાઓને કારણે રદ કરાયેલી બધી

ફ્લાઇટ્સ માટે, રિફંડ ગ્રાહકોના ખાતામાં જમા કરવામાં આવશે.”

કંપનીએ જણાવ્યું હતું કે,” જો કોઈ વ્યક્તિની મુસાફરી 5 ડિસેમ્બર, 2025 અને 15 ડિસેમ્બર, 2025 ની વચ્ચે,

સુનિશ્ચિત કરવામાં આવી હોય,

તો બધી રદ કરવાની

અથવા ફરીથી સુનિશ્ચિત કરવાની વિનંતીઓ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે.”

હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande