
શ્રીનગર,નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.)
કાશ્મીર ઘાટીમાં ગઈકાલે રાત્રે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મોટાભાગના સ્ટેશનો પર
તાપમાન શૂન્યથી નીચે રહ્યું હતું. પહેલગામમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન -4.3 ડિગ્રી સેલ્સિયસ
નોંધાયું હતું. કાશ્મીર હવામાન વિભાગ દ્વારા સંકલિત ડેટા અનુસાર, શ્રીનગર સહિત
કેટલાક સ્થળોએ થોડી રાહત અનુભવી હતી, જ્યાં લઘુત્તમ તાપમાન -0.9 ડિગ્રી સેલ્સિયસ હતું, જે હજુ પણ શૂન્યથી નીચે છે પરંતુ પાછલી રાતની તુલનામાં
પ્રમાણમાં હળવું હતું.
જમ્મુ ક્ષેત્રમાં તાપમાન પ્રમાણમાં હળવું રહ્યું, જમ્મુમાં 8.3 ડિગ્રી સેલ્સિયસ, કટરા 9.2 ડિગ્રી સેલ્સિયસ, બટોટમાં 6.2 ડિગ્રી સેલ્સિયસ, ભદ્રવાહમાં 2.0 ડિગ્રી સેલ્સિયસ
અને બનિહાલમાં 1.5 ડિગ્રી સેલ્સિયસ
નોંધાયું. ઉધમપુરમાં 3.6 ડિગ્રી સેલ્સિયસ, જ્યારે રામબન અને
ડોડામાં અનુક્રમે 4.9 ડિગ્રી સેલ્સિયસ
અને 6.7 ડિગ્રી સેલ્સિયસ
તાપમાન નોંધાયું. લદ્દાખમાં ઠંડીનું પ્રમાણ રહ્યું, લેહમાં તાપમાન -7.2 ડિગ્રી સેલ્સિયસ, કારગિલમાં -6.4 ડિગ્રી સેલ્સિયસ
અને નુબ્રા ઘાટીમાં -3.2 ડિગ્રી સેલ્સિયસ
સુધી ઘટી ગયું. હવામાનશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે,” ઠંડીનું મોજું ચાલુ રહેવાની
શક્યતા છે, આગામી રાત્રે
તાપમાનમાં વધુ ઘટાડો થવાની ધારણા છે.”
હિન્દુસ્થાન સમાચાર / રાધા પંડિતા / બલવાન સિંહ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ