પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો
પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને આજરોજ પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરી, પાટણ ખાતે યોજાયો હતો.જેમાં કલેકટરએ જિલ્લાના અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેનો હકારાત્મક અભિગમ સા
પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો  સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ  યોજાયો


પાટણ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો  સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ  યોજાયો


પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને આજરોજ પાટણ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેકટર કચેરી, પાટણ ખાતે યોજાયો હતો.જેમાં કલેકટરએ જિલ્લાના અરજદારોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી તેનો હકારાત્મક અભિગમ સાથે નિવેડો આવે એવા સૂચન અને આદેશ કર્યા હતા. કાર્યક્રમમાં જમીન માપણી સર્વે, મફત રાહત ગાળા માટેના પ્લોટ, વારસાઈ હક્ક, પાણીની ટાંકી અને રસ્તા માટેની વિવિધ અરજીઓ અરજદારો તરફથી આવી હતી. જિલ્લા કલેકટરએ તમામ અરજદારોને સાંભળી સંબંધિત વિભાગના અધિકારીઓને સત્વરે નિકાલ લાવવા માટે જણાવ્યું હતું.

કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande