ભાવનગર 27 ફેબ્રુઆરી (હિ.સ.)
જૂનાગઢમાં “મહાશિવરાત્રિ મેળા” દરમિયાન મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે આજે, 27.02.2025 (ગુરુવાર) ના રોજ વધુ એક “જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન” વિશેષ ભાડા પર ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:
રાજકોટથી જૂનાગઢ જવા વાળી રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10.55 કલાકે ઉપડશે અને બપોરે 13.00 કલાકે જૂનાગઢ પહોંચશે.
તેવી જ રીતે જૂનાગઢથી રાજકોટ જવા વાળી જૂનાગઢ-રાજકોટ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન જૂનાગઢથી બપોરે 13.40 કલાકે ઉપડશે અને 17.05 કલાકે રાજકોટ પહોંચશે.
ઉપરોક્ત બંને ટ્રેનો બંને દિશામાં ભક્તિનગર, ગોંડલ, ગોમટા, વીરપુર, નવાગઢ, જેતલસર અને વડાલ સ્ટેશનો પર ઉભી રહેશે. નોંધનીય છે કે ઉપરોક્ત બંને ટ્રેનો સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ ટ્રેન તરીકે દોડશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ