નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.) કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા
સીતારમણે ગુરુવારે કહ્યું કે,” આપણે મજબૂર છીએ, પરંતુ આપણે સ્વીકારવું પડશે કે બહુપક્ષીય સંસ્થાઓનું યોગદાન,
અદૃશ્ય થઈ રહ્યું છે. તેથી,
નવી વૈશ્વિક
વ્યવસ્થામાં વેપાર, રોકાણ અને
વ્યૂહાત્મક સંબંધોને પ્રોત્સાહન આપવા માટે ભારતે અન્ય દેશો સાથે તેના દ્વિપક્ષીય
સંબંધો વધારવાની જરૂર છે.”
કેન્દ્રીય નાણાંમંત્રીએ અહીં આયોજિત એક કાર્યક્રમમાં
જણાવ્યું હતું કે,” સરકાર આ પડકારજનક સમયમાં ભારતને, આગળ વધારવા અને
વૈશ્વિક વિકાસનું એન્જિન બનવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.” તેમણે કહ્યું કે,”
ભારતે વૈશ્વિક રિકવરીમાં અર્થપૂર્ણ યોગદાન આપવા તેમજ માથાદીઠ આવકમાં વધારો કરવા
અને વૈશ્વિક વિકાસને આગળ ધપાવતું વ્યવસાય સ્થળ બનવા માટે, સતત પ્રયાસો કરવા પડશે.”
સીતારમણે કહ્યું કે,” આપણે મર્યાદિત છીએ, પરંતુ આપણે
સ્વીકારવું પડશે કે બહુપક્ષીય સંસ્થાઓનું યોગદાન અદૃશ્ય થઈ રહ્યું છે. તેથી, ભારતે માત્ર
વેપાર અને રોકાણ માટે જ નહીં, પરંતુ વ્યૂહાત્મક સંબંધો માટે પણ અન્ય દેશો સાથે તેના
દ્વિપક્ષીય સંબંધો વધારવાની જરૂર છે.”
સીતારમણે કહ્યું કે,” રાજ્યો ભારતની મોટી અર્થવ્યવસ્થાનો
ભાગ છે, જે આપણને આગળ લઈ
જશે. તેથી, સુધારા ફક્ત
કેન્દ્ર સરકારનો એજન્ડા ન હોઈ શકે, દરેક રાજ્ય સરકારે તેને, ગંભીરતાથી લેવું પડશે.”
તેમણે કહ્યું કે,” ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની સ્થિતિ
ખૂબ સારી છે. ટેકનોલોજીના ઘણા પાસાઓમાં, આપણે અગ્રણી બની શકીએ છીએ. અમે દુનિયાને
સાબિત કર્યું છે કે, ટેકનોલોજીના ઉપયોગની વાત આવે ત્યારે, અમે તે મોટા
વસ્તી સ્તરે કરીએ છીએ.”
નાણામંત્રીએ કહ્યું કે,” ભારત એવા મિત્રોને પણ મદદ કરી શકે
છે, જેમની સાથે આપણે, આપણા દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માંગીએ છીએ. તે એક
પ્રકારનું વૈશ્વિક ટેકનોલોજી ક્લસ્ટર પણ બનાવી શકે છે.”
તેમણે કહ્યું કે,” ભારતના નેતૃત્વ હેઠળ આ પ્રકારનું જૂથ,
વિશ્વમાં મોટુ પરિવર્તન લાવી શકે છે.”
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ