પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદરમાં મહાશિવરાત્રીની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી તો ખાપટમા નાના બાળકોએ ભાંગ પી લેતા પરિવારજનો ચિંતિત બન્યા હતા. શિવરાત્રી દિવસે સાંજના સમયે ખાપટ વિસ્તારમાં કેટલાક બાળકોને કોઈ ભાંગ પીવડાવી દીધી હતી તે પૈકીના એક બાળકની હાલત ગંભીર જાણતા સારવાર માટે મોડી રાત્રીના ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે બાળકને ભાંગ પીધા બાદ અસર થઈ હતી તે બાળકના વાલીએ એવુ કહ્યુ હતુ કે, ખાપટ વિસ્તારમાં મહાશિવરાત્રીના દિવસના સાંજના સમયે અજાણ્યા વ્યકિતએ અહી રમી રહેલા બાળકોને ભાંગ પીવડાવી ગયા હતા.અંદાજે 10થી વધુ બાળકો ભાંગ પીધી હોવાનું કહેવાય છે તેમા મારા બાળકને ભાંગ પીધા બાદ કોઈ આડઅસર થઈ હોવાથી તેમને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યુ છું તેમ જણાવ્યુ હતુ તો ભાંગને કારણે કોઈ આડઅસર વહેતી થતાં પોલીસ વિભાગ દોડતું થયુ હતુ તપાસ શરૂ કરી હતી સ્થાનિક લોકોને આ બાબતે પુછપરછ કરી હોવાનું પણ કહેવાય છે આ મુદે અસરગ્રસ્ત બાળકોના વાલીએ ચુપકીદી સેવી લીધી હોવાની ચર્ચા જોવા મળી રહી છે ભાંગની આડઅસર જોવા મળી હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ બાળકોના વાલીઓએ આ મામલે કંઈ કહેવાનો ઈન્કાર કરી દેતા જવાબદાર તંત્ર પણ લાચાર બની ગયુ હોવાની ચર્ચા શહેરભરમાં જોવા મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya