સોમનાથ મહોત્સવ- ત્રિવેણી ઘાટ પર 'સંગમ આરતી' કરતાં કલેક્ટર, તીર્થ પુરોહિતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વાતાવરણ દિવ્યતાસભર બન્યું
સોમનાથ 27 ફેબ્રુઆરી (હિ.સ.) નદીઓ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેના કારણે નદીઓનો 'લોકમાતા' તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. 'સોમનાથ મહોત્સવ'ના ત્રીજા દિવસે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ત્રિવેણી નદીના સંગમ ઘાટ પર
સોમનાથ મહોત્સવ


સોમનાથ 27 ફેબ્રુઆરી (હિ.સ.)

નદીઓ આપણી સંસ્કૃતિ અને પરંપરાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જેના કારણે નદીઓનો 'લોકમાતા' તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવે છે. 'સોમનાથ મહોત્સવ'ના ત્રીજા દિવસે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ત્રિવેણી નદીના સંગમ ઘાટ પર 'સંગમ આરતી' કરી કૃતજ્ઞતા વ્યક્ત હતી.

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ પરિવાર સહ અર્ધ્ય આપી અને શાસ્ત્રોક્ત વિધિથી હિરણ-કપિલા અને સરસ્વતીના સંગમસ્થાનની પૂજા-અર્ચના કરી પરિવાર સહ આરતી કરી હતી.

૨૦ કરતા વધુ તીર્થ પુરોહિતોના વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે 'સંગમ આરતી'થી વાતાવરણ દિવ્યતાસભર બન્યું હતુ.

ઉલ્લેખનીય છે કે, માનવીય જીવનમાં મહત્વ એવા પાણી સહિત અનેક અમૂલ્ય ભેટોથી નદીઓએ મનુષ્યનું જીવન સુંદર અને સમૃદ્ધ બનાવ્યું છે.

પ્રભાસ ક્ષેત્રમાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીનું જ્યાં પવિત્ર મિલન થાય છે, તેવા ત્રિવેણી સંગમ પર આ જળસંપત્તિ પ્રત્યે આરતી થકી કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરવા જનમેદની ઉમટી પડી હતી.

આ ‘સંગમ આરતી’ દરમિયાન એક્ટર પ્રભાતસિંહ રાજપૂત, શ્રી સોમનાથ ટ્રસ્ટના પ્રતિનિધિઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande