સોમનાથ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) 'સોમનાથ મહોત્સવ'માં ભારતીય સંગીત અને લોકકથાઓ સાથે જોડાયેલા પ્રાચીન વારસાથી લોકો અવગત થાય એ હેતુસર પ્રસિદ્ધ કલાકારોએ પોતાની કલા પ્રસ્તુત કરી હતી. જે ઉપક્રમમાં યોગેશ ગઢવીએ લોકગીત, લોકસાહિત્ય અને લોકકથાઓની પ્રસ્તુતિ કરી હતી.
યોગેશ ગઢવીએ 'સોમનાથ મહાદેવ ભોળિયા...', 'ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું...', 'ચપટી ભભૂત મૈં હૈ ખજાના કુબૈર કા' જેવા ભક્તિસભર લોકગીત સાથે જ કવિ દાદની રચનાઓ, ચારણી સાહિત્ય તેમજ વીર હમીરજી ગોહિલને યાદ કરી વીરરસ અને શૌર્યસભર સત્વ અને તત્વની વાતો પીરસી હતી.
આ રીતે ત્રીજા પ્રહરમાં યોગેશ ગઢવીની ભક્તિમય પ્રસ્તુતિઓથી સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ