સોમનાથ નૃત્યાંગના શ્રી રાજશ્રી વારિયર અને નૃત્યવૃંદ દ્વારા ભરતનાટ્યમની પ્રસ્તુતિ રજૂ કરાઈ સોમનાથના સાનિધ્યમાં શિવ તાંડવ નૃત્યના માધ્યમથી સર્જન અને સંહાર તાદ્રશ્ય થયાં
સોમનાથ,27 ફેબ્રુઆરી (હિ.સ.) શ્રદ્ધા અને કલાના સમન્વય એવા 'સોમનાથ મહોત્સવ'ના તૃતીય દિવસે અનેકવિધ નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંના ભરતનાટ્યમ નૃત્યાંગના શ્રી રાજશ્રી વારિયર અને નૃત્યવૃંદ દ્વારા સંગીત, સાહિત્ય અને અભિનયના ત્રિવેણી સંગમ
સોમનાથ મહોત્સવ મા શિવ


સોમનાથ,27 ફેબ્રુઆરી (હિ.સ.) શ્રદ્ધા અને કલાના સમન્વય એવા 'સોમનાથ મહોત્સવ'ના તૃતીય દિવસે અનેકવિધ નૃત્ય પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંના ભરતનાટ્યમ નૃત્યાંગના શ્રી રાજશ્રી વારિયર અને નૃત્યવૃંદ દ્વારા સંગીત, સાહિત્ય અને અભિનયના ત્રિવેણી સંગમ સમાન ભારતનાટ્યમના માધ્યમથી શિવની ઉપાસના રજૂ કરાઈ હતી. શિવજીનું તાંડવ-નૃત્ય લયબદ્ધતાનું પ્રતિક છે.

'ગણેશ સ્તુતિ', 'શિવ તાંડવ નૃત્ય', દુર્ગા રાગમાં 'શિવ સ્તુતિ'ના માધ્યમથી શ્રી રાજશ્રી વારિયર અને તેમના વૃંદે એક જ ક્ષણે રૌદ્રરૂપ, વ્યગ્રતા, કરુણા, વિહવળતા, ભવ્યતા તેમજ સર્જન અને સંહાર તાદ્રશ્ય કર્યા હતાં.

ભરતનાટ્યમની વિવિધ પ્રસ્તુતિઓ થકી લય, તાલ અને તેના આરોહ અવરોહ, ઉતાર-ચઢાવ, ભાવભંગીમાઓના માધ્યમથી કલારસિકો શિવભક્તિમાં લીન થયાં હતાં.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande