નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.) અભિનેત્રી સોનાક્ષી સિંહાએ, ગયા વર્ષે જૂનમાં તેના
બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કર્યા હતા. સોનાક્ષીને તેના આંતરધાર્મિક લગ્ન
માટે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં, એવી પણ ચર્ચા હતી
કે, તેમના પિતા શત્રુઘ્ન સિંહા અને તેમના બંને ભાઈઓ તેમના નિર્ણયની વિરુદ્ધ હતા.
સોનાક્ષીના ભાઈઓ લવ અને કુશ હજુ પણ તેની સાથે કોઈ પણ કાર્યક્રમમાં જતા નથી.
દરમિયાન, સોનાક્ષીએ
તાજેતરના એક ઇન્ટરવ્યુમાં આંતર-ધાર્મિક લગ્ન પર પોતાનો અભિપ્રાય શેર કર્યો.
ઇન્ટરવ્યૂમાં સોનાક્ષીએ કહ્યું, ઝહીર અને હું
ધર્મ વિશે વિચારતા પણ નહોતા. અમે ફક્ત બે જ લોકો છીએ જે એકબીજાને પ્રેમ કરે છે.
લગ્ન અમારા માટે એક સ્વાભાવિક પગલું હતું. ન તો તે પોતાનો ધર્મ મારા પર થોપે છે
અને ન તો હું તેના પર. અમે બંને એકબીજાના ધર્મોનો આદર કરીએ છીએ, અને તે સૌથી
મહત્વપૂર્ણ બાબત છે. અમે ક્યારેય તેના પર ચર્ચા પણ કરી નથી, કારણ કે તે અમારા
સંબંધમાં વચ્ચે આવતો નથી. ઝહીર મારા ઘરે દિવાળી પૂજા માટે આવે છે, અને હું તેના ઘરે
નિયાઝ માટે જાઉં છું. બસ આટલું કાફી છે. હું તેની સંસ્કૃતિનો આદર કરું છું, અને તેનો આખો
પરિવાર આપણી સંસ્કૃતિનો આદર કરે છે. તે જ યોગ્ય રીત છે.
સોનાક્ષીએ વધુમાં ઉમેર્યું, સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા અમારા માટે
યોગ્ય હતું, અને અમે તે જ
કર્યું. ન તો તેણે પોતાનો ધર્મ બદલવો પડ્યો, ન તો મેં. તે બે લોકોના લગ્ન કરવા જેટલું સરળ છે જેમનો
એકબીજા સાથે સુંદર સંબંધ હોય છે.
હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ