સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) આજે ધો. 10 ગુજરાતી માધ્યમમાં પ્રથમ ભાષા ગુજરાતની પરીક્ષા હતી. ત્યારે એક વિદ્યાર્થીનીની તબિયત બગડતા તેને સારવાર આપવાની ફરજ પડી હતી. શ્રી એનડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કુલ વાંકલ પરીક્ષા કેન્દ્ર 6817 ખાતે સવારે પરીક્ષા શરૂ થયાની થોડી જ મિનિટોમાં યુનિટ 02, બ્લોક નં. 13 પરીક્ષા બેઠક બી-5181017 ક્રમાંકની વિદ્યાર્થીની ચૌધરી નિયતીકુમારી જગદીશભાઈને ચક્કર આવ્યા હતા. તેનું પ્રેશર લો થઈ ગયું હતું. તાત્કાલિક વાંકલ પીએચસીની ટીમે દોડી જઈ વિદ્યાર્થીનીને પ્રાથમિક સારવાર આપી સ્વસ્થ કરી હતી. ત્યાર બાદ પરીક્ષા ખંડમાં જઈ વિદ્યાર્થીનીએ પરીક્ષા આપી હતી.
દરમિયાન સુરતના ડીઈઓના જણાવ્યા અનુસાર સુરતમાં ધો. 10ની પ્રથમ ભાષાની પરીક્ષામાં આજે એક પણ કોપી કેસ નોંધાયો નથી.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે