પોરબંદર, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસ.એસ.સી. અને એચ.એસ.સી. સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે ત્યારે પોરબંદર જિલ્લાના વિવિધ કેન્દ્રો અંતર્ગત સેન્ટ મેરી સ્કૂલ, પોરબંદર ખાતે જિલ્લા કલેકટર એસ.ડી.ધાનાણી, જિલ્લા શિક્ષણાધિકારી વિનોદ પરમાર દ્વારા પુષ્પ અને કુમકુમથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ જે.વી. ગોઢાણીયા હાઈસ્કૂલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, એસ.એસ.સી. પરીક્ષાના ઝોનલ ઓફિસર એસ.એચ..સોની અને મનોવૈજ્ઞાનિક જીગ્નેશ પ્રશ્નાણી તેમજ બંને શાળાના આચાર્ય અને બિલ્ડીંગ કંડકટરઓ દ્વારા પુષ્પ અને કુમકુમથી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓની પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કક્ષાના અધિકારીઓની પ્રેરક હાજરી દ્વારા પ્રોત્સાહન પૂરું પાડી સ્વાગત થતા વિધાર્થીઓના ચહેરા ખીલી ઊઠ્યા હતા.આ ખિલખિલાટ ચહેરાઓ જોઈ સમગ્ર વહિવટી અધિકારીઓ અને વાલીગણએ પણ ઉત્સાહ અનુભવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya