પોલીસે વિદ્યાર્થીઓને સમયસર સ્કૂલે પહોંચાડ્યા
સુરત , 27 ફેબ્રુઆરી (હિ.સ.)-આજ રોજ ટ્રાફિક જવાન રોકડિયા ચાર રસ્તા ફરજ ઉપર હતા તે દરમ્યાન 9.40 વાગ્યા આસપાસ તેમની પાસે એક સ્ટુડન્ટ આવ્યો અને તે પરીક્ષા કેન્દ્ર શોધતો હતો. જેથી ટ્રાફિક જવાન પ્રકાશ ભુદરાજીએ તેની સ્લીપ જોતાં સ્કૂલનું નામ શ્રીકૃષ્ણ રાષ્ટ
Surat


સુરત , 27 ફેબ્રુઆરી (હિ.સ.)-આજ રોજ ટ્રાફિક જવાન રોકડિયા ચાર રસ્તા ફરજ ઉપર હતા તે દરમ્યાન 9.40 વાગ્યા આસપાસ તેમની પાસે એક સ્ટુડન્ટ આવ્યો અને તે પરીક્ષા કેન્દ્ર શોધતો હતો. જેથી ટ્રાફિક જવાન પ્રકાશ ભુદરાજીએ તેની સ્લીપ જોતાં સ્કૂલનું નામ શ્રીકૃષ્ણ રાષ્ટ્રીય હિન્દી યુ.એમ. વિદ્યાલય બમરોલી રોડ સુરતનું હતું અને સ્ટુડન્ટે જણાવ્યું કે ગઇકાલે શરતચુકથી ભળતા નામવાળી શ્રી ક્રિષ્ણરાજ વિદ્યાલય હતું તે સ્કૂલ જોઇ આવ્યા હતા. પરંતું આજે હું ત્યાં જતાં મારૂ પરીક્ષા કેન્દ્ર ત્યાં ન હતું. જેથી ત્યાંના વોચમેનને મેં મારૂ સાચા પરીક્ષા કેન્દ્રવાળી સ્કૂલ પુછતાં તેઓએ જણાવેલા સરનામા મુજબ રોકડિયાથી સમ્રાટ સ્કૂલ અજુબાજુ શોધું છું. પરંતું મળતું નથી તેમ જણાવી નાસીપાસ થઈ ગયો હતો. ત્યાર બાદ ફરજ પરના ટ્રાફિક જવાન પ્રકાશ ભુદરાજીએ અગાઉ સનગ્રેસ સ્કૂલમાં ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામમાં મળેલા હિરાભાઇ નામના શિક્ષકનો સંપર્ક કરી સાચી સ્કૂલ પર પહોંચાડ્યા હતા.

બીજી ઘટનામાં RD રીતેષ મફાભાઈ પરવતપાટીયા ખાતે ફરજ પર હાજર હતા ત્યારે આ વિદ્યાર્થીએ ટીઆરબી જવાનને પૂછ્યું કે એમપી લીલીયાવાલા શાળા કયા વિસ્તારમાં આવી છે. જેથી ફરજ પરના LRD રીતેષભાઈ તાત્કાલિક તેમને પરીક્ષા કેન્દ્ર સુધી મૂકી આવ્યા હતા. બીજા બનાવવામાં સહારા દરવાજા પાસે એક વિદ્યાર્થીનું પરીક્ષા કેન્દ્ર બેગમપુરા ખાતે હતું, ત્યારે તે રસ્તામાં અટવાતા હાજર પોલીસ કર્મચારી મેહુલ ખોડાભાઈએ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર મદ્રેસા તાઈબા હાઇસ્કુલ બેગમપુરા અને બીજા વિદ્યાર્થીને પ્રગતિ વિદ્યાલય પ્રાથમિક શાળા સેવાસદન બેગમપુરા ખાતે પહોંચાડ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande