વીરડી પ્લોટ વિસ્તારમાંથી 350 લીટર દેશીદારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
પોરબંદર, 9 જૂન (હિ.સ.) : પોરબંદરના વિરડિ પ્લોટ નજીકથી કારમાંથી 350 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોરબંદર શહેરમાં દારૂનું દુષણ ડામવા પોલીસે સ્કંજો કસ્યો હોય તેમ શહેરના વિરડિપ્લોટ ત્રણ રસ્તા નજીક થી પસાર થઈ રહેલા જીજે 25 એ 25
વીરડી પ્લોટ વિસ્તારમાંથી 350 લીટર દેશીદારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો


પોરબંદર, 9 જૂન (હિ.સ.) : પોરબંદરના વિરડિ પ્લોટ નજીકથી કારમાંથી 350 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પોરબંદર શહેરમાં દારૂનું દુષણ ડામવા પોલીસે સ્કંજો કસ્યો હોય તેમ શહેરના વિરડિપ્લોટ ત્રણ રસ્તા નજીક થી પસાર થઈ રહેલા જીજે 25 એ 2526 નંબરની અલ્ટો કાર માંથી 70,000 ની કિંમતનો 350 લીટર દેશીદારૂના જથ્થા સાથે રાજુ પૂંજા કોડીયાતર નામના યુવાન ને ઝડપી પાડ્યો હતો.

પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો આદિત્યાણા ગામે રહેતા રાજા જગાભાઈ ગુરગુટીયા પાસેથી લાવ્યો હતો અને પોરબંદરના સોની બજારમાં રહેતા કલ્પેશ વેલજીભાઈ કોટિયા નામના શખ્સને આપવા જાતો હોવાની કબૂલાત આપતા પોલીસે ત્રણેય શખ્સો સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધી બાકી રહેલા બંને આરોપીને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya


 rajesh pande