સ્ટેટ બેંકે, સરકારને 8076.84 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું
નવી દિલ્હી, 09 જૂન (હિ.સ.). સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) એ, સોમવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને નાણાકીય વર્ષ 2024-25 માટે 8,076.84 કરોડ રૂપિયાનો ડિવિડન્ડ ચેક સોંપ્યો. આ પ્રસંગે નાણા સચિવ અજય સેઠ અને નાણાકીય સેવાઓ વિભાગ (ડીએફએસ) ના સચિવ એ
ચેક અર્પણ કરતા એસબીઆઈ ના ચેરમેન


નવી દિલ્હી, 09 જૂન (હિ.સ.). સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ) એ, સોમવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને નાણાકીય વર્ષ 2024-25 માટે 8,076.84 કરોડ રૂપિયાનો ડિવિડન્ડ ચેક સોંપ્યો. આ પ્રસંગે નાણા સચિવ અજય સેઠ અને નાણાકીય સેવાઓ વિભાગ (ડીએફએસ) ના સચિવ એમ. નાગરાજુ પણ હાજર હતા. નાણામંત્રી કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કેન્દ્રીય નાણામંત્રીને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ચેરમેન સી. શ્રીનિવાસ સેટ્ટી તરફથી નાણાકીય વર્ષ 2024-25 માટે 8,076.84 કરોડ રૂપિયાનો ડિવિડન્ડ ચેક મળ્યો હતો. આ રકમ ગયા નાણાકીય વર્ષ 2023-24માં 6,959 કરોડ રૂપિયાના ડિવિડન્ડ કરતાં વધુ છે, જે એસબીઆઈ નો નોંધપાત્ર વધારો દર્શાવે છે.

નોંધનીય છે કે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક ભારતીય બહુરાષ્ટ્રીય જાહેર ક્ષેત્રની બેંક છે અને તેની સાથે નાણાકીય સેવાઓ આપતી સંસ્થા પણ છે. તેનું મુખ્ય મથક મુંબઈમાં છે. સંપત્તિની દ્રષ્ટિએ બેંકનો બજાર હિસ્સો 23 ટકા છે, જ્યારે કુલ લોન અને ડિપોઝિટ બજારમાં તેનો હિસ્સો 25 ટકા છે. તે લગભગ 250,000 કર્મચારીઓ સાથે ભારતમાં દસમા ક્રમનું સૌથી મોટું નોકરીદાતા પણ છે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande